Get The App

દેવ ગુ્રપ પરના દરોડામાં રૃા.૫૦ લાખની રોકડ અને ૫૦ લાખના દાગીના પકડાયા

દેવગુ્રપ ઉપરાંત વિમલ કીર્તિ કામદાર, વિવેક સોમાણી, રૃપલ કિરણ વ્યાસ પર પણ આવકવેરાનો દરોડો

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ધંધાના ભાગીદારો પણ દરોડાની ઝપટમાં

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News


દેવ ગુ્રપ પરના દરોડામાં રૃા.૫૦ લાખની રોકડ અને ૫૦ લાખના દાગીના પકડાયા 1 - image(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ,શુક્રવાર

આવકવેરા ખાતાના અધિકારીઓએ આજે સવારથી જામનગરના દેવ ગુ્રપના ૧૫ સ્થળ પર પાડેલા દરોડામાં રૃા. ૫૦ લાખ રોકડા અને રૃા. ૫૦ લાખના દાગીના મળીને એક કરોડની મત્તા થોડા કલાકોમાં જ મળી આવ્યા છે. આ ગુ્રપ પરના દરોડા દરમિયાન હાથ લાગેલી વિગતોને ધ્યાનમાં લેતા દરોડાના સ્થળ ૧૫થી વધીને ૨૦ સુધી પહોંચી જવાની સંભાવના છે. તેમને ત્યાંથી રૃા. ૫૦ લાખની રોકડ અને રૃા. ૫૦ લાખના દાગીના હાથ લાગ્યા છે. જોકે રોકાડની ગણતરી અને દાગીનાનું મૂલ્યાંક હજી પૂરી થઈ નથી. 

અમદાવાદ, જામનગર, માળીયા અને મિયાણાના ૪-૪ સ્થળોએ પાડેલા દરોડામાં દેવ ગુ્રપની કંપની દેવ સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ, મૈત્રેયી ડેવલપર્સ, ડી.કે. એન્ટરપ્રાઈસ, અરિહંત અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાક્ટર્સ, વિમલ કીર્તિ કામદાર, વિવેક સોમાણી, રૃપલ કિરણ વ્યાસના ઘર અને ઓફિસને આવરે લીવામાં આવ્યા છે. દરોડાની ઝપટમાં આવેલાઓમાં તેમની ગુ્રપ કંપનીઓ તથા તેમની સાથેના વેપારમાં સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ગુ્રપ સાથે સંકળાયેલા છે. ેવ સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ હાઈ ક્વોલિટી સોલ્ટના ઉત્પાદક છે. તેમજ  બેસ્ટ ગ્રેડનું લિક્વિડ બ્રોમાઈન પણ તૈયાર કરે છે. દેવ ગુ્રપના જ  હિતેન્દ્ર ઝાલાને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. 

અમદાવાદમાં વૈષ્ણો દેવી નજીક શાંપ્ગ્રામ નજીક નોર્થ પાક્ર વિલામાંના દેવ ગુ્રપના એકમ પર, રાજપથ ક્લબની પાછળ આવેલા દેવ હાઉસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તેમ જ અમદાવાદના ઘૂમા વિસ્તારમાં આરોહી ક્લબ પાસે આવલા દેવ ગુ્રપના એકમ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. 

દેવ ગુ્રપના પ્રમોટર્સ બિલ વિના કરવામાં આવતા સોલ્ટના વેપારના નાણાં  હોસ્પિટાલિટીના તથા અન્ય બિઝનેસ તરફ ડાયવર્ટ કરવામાં આવતા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. દેવ ગુ્રપની કંપનીઓએ રોકડમાં અને બિલ વિનાના ખાસ્સા વહેવારો કર્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. રોકડની આવકના આ નાણાં રિયલ એસ્ટેટના બિઝનેસ તરફ ડાયવર્ટ કરવામાં આવતા હતા.  


Google NewsGoogle News