Get The App

ઈઝરાયલ-હમાસ યુદ્ધની અસર ભારતને! જાણો આપણા દેશના કૃષિક્ષેત્ર અને નિકાસ પર શું પડ્યો પ્રભાવ

ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ 2006થી ચાલે છે એટલે કે હમાસે ગાઝા પટ્ટીને કાબુમાં કરી અને હવે ઓક્ટોબર 2023માં સ્થિતિ વધુ ખરાબ બની

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
ઈઝરાયલ-હમાસ યુદ્ધની અસર ભારતને! જાણો આપણા દેશના કૃષિક્ષેત્ર અને નિકાસ પર શું પડ્યો પ્રભાવ 1 - image


Israel-Hamas war impact on Indian farming & export: છેલ્લા 17 વર્ષથી વધુ સમયથી ચાલતો ઇઝરાયેલ હમાસનો સંધર્ષ હવે યુદ્ધમાં પરિણમ્યો છે. જેના કારણે બંને પક્ષોને ખુબ નુકસાન થયું છે. જેનાથી વેપારને પણ અસર થઇ છે. ઇઝરાયેલની કૃષિ અને તેના સંબંધિત ઉધોગો પર પણ વિનાશકારી પ્રભાવ પડ્યો છે. ભારતએ ઇઝરાયેલનું મહત્વનું વ્યાપારિક ભાગીદાર છે. જે મુખ્યત્વે બિન-કૃષિ ઉત્પાદકોનો વેપાર કરે છે. જોકે હાલના યુદ્ધની અસર તેના પર ઓછી જોવા મળશે.

ઇઝરાયેલ- હમાસ વચ્ચે 2006થી ચાલે છે સંઘર્ષ 

2006થી ઇઝરાયેલ- હમાસ સંધર્ષ ચાલે છે. પણ જયારે હમાસે ગાઝા પટ્ટી પર કબજો કરી લીધો અને ઓકટોબર 2023માં સ્થિતિ વધુ વણસી છે. જયારે 7 ઓકટોબરે આંતકવાદીઓ દ્વારા ઇઝરાયેલ પર હુમલો થયો અને ઈઝરાયેલે જવાબમાં યુદ્ધ જાહેર કર્યું હતું. જેના કારણે હાલ સ્થિતિ ખુબ ખરાબ છે.  

2020 સુધીમાં ઈઝરાયેલની અર્થવ્યવસ્થામાં કૃષિક્ષેત્રની ભૂમિકા

છેલ્લા દસ વર્ષમાં ઈઝરાયેલની વસ્તીમાં દર વર્ષે લગભગ ડબલ વૃદ્ધિ થઇ છે. જયારે તેની GDPમાં કૃષિક્ષેત્રનું યોગદાન 2020માં 1.1 ટકા ઘટીને 2021માં 0.9 ટકા થયું હતું. ઇઝરાયેલની અર્થવ્યવસ્થા અનાજ અને તલ જેવી મુખ્ય કૃષિ ઉત્પાદનોના આયાત પર નિર્ભર કરે છે.

ભારત ઈઝરાયેલને શું નિકાસ કરે છે?

ભારત ઈઝરાયેલને મુખ્યત્વે મોતી, કિંમતી પત્ત્થર, ઓટોમોટીવ ડીઝલ, કેમિકલ, મિનરલ પ્રોડક્ટ, મશીનરી અને ઇલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ, પ્લાસ્ટિક, ટેક્સટાઈલ, બેસ મેટલ અને ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટથી લઈને કૃષિ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવે છે. 

ઇઝરાયેલ-હમાસ યુદ્ધની ભારત પર અસર

ઇઝરાયેલ-હમાસ યુદ્ધની અસર ભારતથી ઈઝરાયેલને કરવામાં આવતી નિકાસ પર જોવા મળશે. તેમજ આવનારા સમયમાં તેમાં ઘટાડો જોવા મળશે. ભારત એશિયામાં ઇઝરાયેલનું બીજું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર છે અને વૈશ્વિક રીતે ઇઝરાયેલનું સાતમું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. 

1992માં રાજકીય સંબંધ સ્થાપિત થતા વેપારને પણ પ્રોત્સાહન મળ્યું હતું. ઇઝરાયેલે કૃષિ ઉપજ અને ઉત્પાદકતા વધારવા માટે ભારતમાં 30 કેન્દ્રો સ્થાપિત કર્યા છે. સ્માર્ટ ખેતી ક્ષેત્રે પાયલટ પરિયોજના ચાલે છે. જેમકે ગામના ભૂગોળ મેપ માટે ડ્રોનના વિકાસ માટે ગરુડ એરોસ્પેસની ઇઝરાયેલ એલ્બિટ સાથે કરાર કરવામાં આવ્યો છે. તેમજ ભારતથી જળ જનરેટર નિર્માણ અને નિકાસ માટે SMV જયપુરિયા ગ્રુપના વોટરજેન સાથે 50:50 નો જોઈન્ટ બિઝનેસ ચાલે છે. 

ભારત ઇઝરાયેલ સાથે સકારાત્મક નિકાસ સંબંધ બનાવે છે. ભારત તરફથી ઇઝરાયેલને મુખ્ય નિકાસમાં પેટ્રોકેમિકલ, ફાર્માસ્યુટિકલ અને વિવિધ ઔદ્યોગિક ઉપકરણ પણ સામેલ છે. જયારે અમુક ભારતીય ક્ષેત્ર જેમકે હીરા કે વિમાન ઉત્પાદન જેવા ઉદ્યોગો આંશિકરૂપે ઈઝરાયેલની આયાત પર નિર્ભર કરે છે. આ યુદ્ધના કારણે તેના પર પ્રભાવ પડી શકે છે. જોકે કૃષિક્ષેત્રે તેનો પ્રભાવ પડવાની શક્યતાઓ ઓછી છે.   

ઈઝરાયલ-હમાસ યુદ્ધની અસર ભારતને! જાણો આપણા દેશના કૃષિક્ષેત્ર અને નિકાસ પર શું પડ્યો પ્રભાવ 2 - image


Google NewsGoogle News