PAN Card: તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ તો નથી થઈ ગયું ને? જાણો કેવી રીતે કરાય એક્ટિવ
PAN Card Inactive: પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (Permanent Account Number) જેને પાનકાર્ડના નામથી પણ ઓળખવામાં આવે છે, તેને વ્યક્તિની ફાયનાન્શિયલ સ્ટેટસ તરીકે ઓળખવામાં આવે છે. બૅંકિગ, ઇન્કમ ટેક્સ રિટર્ન સહિત અન્ય નાણાકીય કામ માટે પાનકાર્ડ હોવું જરૂરી છે અને તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે, પરંતુ જો પાનકાર્ડ ઇનઍક્ટિવ થઈ જાય તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ઇનઍક્ટિવ પાનકાર્ડના કારણે તમારા માટે બૅંકિંગ ટ્રાન્જેક્શન, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ સહિત અન્ય ઘણા ફાયનાન્શિયલ કામ કરવા મુશ્કેલ બની શકે છે. ઘણા કારણોસર તમારું પાન કાર્ડ ઇનઍક્ટિવ અથવા બંધ કરવામાં આવી શકે છે. તો ચાલો જાણીએ કે, પાનકાર્ડ ઇનઍક્ટિવ થઈ ગયું છે તે કેવી રીતે જાણી શકાય અને ફરીથી પાનકાર્ડને કેવી રીતે એક્ટિવ કરી શકાય?
પાનકાર્ડ ઇનઍક્ટિવ થવાના કારણો
1. પાન-આધાર કાર્ડનું લિંક ન હોવું
2. એકથી વધુ પાન કાર્ડ હોવા
3. પાનકાર્ડ નકલી હોવું
ઘર બેઠા ઇનઍક્ટિવ પાનકાર્ડની કરો ઓળખ
1. ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ (Income Tax Website) પર જાઓ.
2. ડાબી બાજુ Quick Links સેક્શનમાં Verify PAN Status ઑપ્શન હશે.
3. તેના પર ક્લિક કર્યા બાદ નવું પેજ ઓપન થશે.
4. અહીં પાન નંબર, આખું નામ, DOB અને રજિસ્ટર્ડ ફોન નંબર દાખલ કરો.
5. Continue પર ક્લિક કરો, પછી ફોન નંબર પર આવેલા ઓટીપીને એન્ટર કરો.
6. ત્યારબાદ 'Validate' પર ક્લિક કરો અને પછી તમે જોઈ શકશો કે, તમારો પાનકાર્ડ એક્ટિવ છે કે ઇનઍક્ટિવ.
તમને જણાવી દઈએ કે, પાનકાર્ડ ઍક્ટિવ હોવા પર તમને સ્ક્રીન પર 'PAN is Active and details are as per PAN.' દેખાશે. જ્યારે પાન કાર્ડ ઇનઍક્ટિવ હોવા પર તમને સ્ક્રીન પર દેખાઈ રહેલા મેસેજમાં ઇનઍક્ટિવ લખેલું દેખાશે.
ઇનઍક્ટિવ પાનકાર્ડને કઈ રીતે કરવું ઍક્ટિવ?
ઇનઍક્ટિવ પાન કાર્ડને ઍક્ટિવ કરવા માટે આવકવેરા વિભાગને અરજી કરવી. Assessing Officerને એક પત્ર લખો, આવકવેરા વિભાગના પક્ષમાં ઇન્ડેમ્નિટી બૉન્ડ ભરો, છેલ્લા 3 વર્ષ માટે ઇનઍક્ટિવ પાનનો ઉપયોગ કરીને ફાઇલ કરેલ ITR પણ સબમિટ કરો, પ્રાદેશિક આવકવેરા વિભાગની ઑફિસમાં દસ્તાવેજો સબમિટ કરો. પાનકાર્ડને ફરીથી ઍક્ટિવ થવામાં લગભગ 15 દિવસનો સમય લાગશે.