Get The App

IT રિટર્નની જૂની સિસ્ટમ કે નવી સિસ્ટમ ફાયદાકારક? જાણો કઈ પદ્ધતિમાં સૌથી વધુ ટેક્સ લાગશે?

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
IT રિટર્નની જૂની સિસ્ટમ કે નવી સિસ્ટમ ફાયદાકારક? જાણો કઈ પદ્ધતિમાં સૌથી વધુ ટેક્સ લાગશે? 1 - image


Budget 2025: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જાહેર કરેલા 2025-26ના વર્ષના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને વેરા મુક્ત જાહેર કર્યા પછી જૂની સિસ્ટમમાં રિટર્ન ફાઇલ કરવાનું કોઈ જ પસંદ કરશે નહીં. જૂની સિસ્ટમમાં કલમ 80સી હેઠળનું 1.5 લાખ રૂપિયાનું રોકાણ અને કલમ 80 સીસીડી હેઠળનું 50,000નું રોકાણ, કલમ 80 ડી હેઠળ આરોગ્ય વીમા માટે કરેલું રોકાણ અને કલમ 80 ટીટીએ હેઠળ 10,000 સુધીની વ્યાજની આવકમાં મળતી રાહતને ધ્યાનમાં લેવામાં આવી છે. ત્યારબાદ વાર્ષિક 25 લાખ રૂપિયાની આવક પર 5,62,500 રૂપિયાનો ટેક્સ જમા કરાવવાનો આવે છે. જ્યારે 2025-26ના વર્ષમાં જાહેર કરવામાં આવેલા રિબેટ સાથે 25 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર માત્ર 3,30,000 ટેક્સ પેટે ચૂકવવાના આવે છે. 

વર્ષે રૂ. 25 લાખની આવક પર જૂની સિસ્ટમમાં રૂ. 5.62 લાખ, નવીમાં રૂ. 3.30 લાખ ટેક્સ 

ચાર્ટડ એકાઉન્ટન્ટ જય શેઠના જણાવ્યાનુસાર, વર્ષ 2023ની 31મી માર્ચ સુધી પૂર્ણપણે અમલમાં રહેલી અને આજેય વૈકલ્પિક રિટર્ન ફાઇલ કરવાની સિસ્ટમ તરીકે અમલમાં ચાલુ જૂની ટેક્સ સિસ્ટમમાં વર્ષે 25 લાખ રૂપિયાની આવક ધરાવનારા કરદાતાઓએ 5,92,500નો ટેક્સ ભરવો પડે છે. તેની સામે 2024-25ના વર્ષથી અમલમાં આવેલી નવી આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સિસ્ટમમાં વર્ષે 25 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનારાઓની 4,40,000 રૂપિયાનો ટેક્સ ભરવો પડે છે. તેની સામે હવે પછીના એટલે કે નાણાંકીય વર્ષ 2025-26થી અમલમાં આવનારી છેલ્લામાં છેલ્લી આવકવેરાના રિટર્નની સિસ્ટમમાં વર્ષે 25 લાખ રૂપિયાની આવક ધરાવનારા કરદાતાઓએ 3,30,000નો જ ટેક્સ ભરવાની જવાબદારી આવે છે. 

IT રિટર્નની જૂની સિસ્ટમ કે નવી સિસ્ટમ ફાયદાકારક? જાણો કઈ પદ્ધતિમાં સૌથી વધુ ટેક્સ લાગશે? 2 - image

આ પણ વાંચો: સ્વિડનમાં સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર, 10ના મોત, અનેક ઘાયલ, વડાપ્રધાન ક્રિસ્ટરસ પણ આઘાતમાં


જૂની વેરા સિસ્ટમમાં એટલે કે ઓલ્ડ રિજિમમાં કરદાતાને કલમ 80 સી હેઠળ કરેલું 1.5 લાખ રૂપિયાનું રોકાણ, 80 સીસીડી હેઠળ કરેલું 50,000 રૂપિયાનું રોકાણ, કલમ 80 ડી હેઠળ કરેલું 25,000 રૂપિયાનું રોકાણ અને કલમ 80 ટીટી મળતા લાભઆવકમાંથી બાદ કરવામાં આવતા હતા. પરંતુ 2025-26ના વર્ષથી આ પ્રકારનું કોઈપણ રોકાણ વેરામાંથી બાદ આપવામાં આવતું જ નથી. 2025-26ના વર્ષથી અમલમાં આવનારી આવકવેરા રિટર્નની લેટેસ્ટ સિસ્ટમમાં વેરાના જે લાભ મળી રહ્યા છે. તે જોતાં હવે મોટાભાગના કરદાતાઓ જૂની સિસ્ટમને ટાટા બાયબાય કહી દેશે. જોકે, નવી સિસ્ટમમાં વર્ષ 1.50 લાખના રૂપિયાનું કરવામાં આવતું રોકાણ, મેડિક્લેઇમ પ્રીમિયમ, નેશનલ પેન્શન સ્કીમમાં કરવામાં આવેલા 50,000ના રોકાણ આવકમાંથી બાદ મળતા જ નથી. તેમ છતાંય નવી સિસ્ટમ વેરાની બહુ જ મોટી બચત કરાવતી હોવાથી તેને પસંદ કરવા માંડી છે.

IT રિટર્નની જૂની સિસ્ટમ કે નવી સિસ્ટમ ફાયદાકારક? જાણો કઈ પદ્ધતિમાં સૌથી વધુ ટેક્સ લાગશે? 3 - image


Google NewsGoogle News