500થી વધુ મૂલ્યની ચલણી નોટ આવશે એવી અટકળોનો અંત, સરકારે કરી સ્પષ્ટતા
Currency Notes Rumours: છેલ્લા કેટલાક દિવસોથી રૂ. 500થી વધુ કિંમતની ચલણી નોટ લોન્ચ થવાની અટકળો વહેતી થઈ છે. આ મામલે નાણા મંત્રાલયે સ્પષ્ટતા આપી તમામ અટકળો પર વિરામ મૂક્યો છે. મંત્રાલયે 500 રૂપિયાથી વધુ કિંમતની ચલણી નોટ માર્કેટમાં આવવાનો સ્પષ્ટપણે ઈનકાર કરી દીધો છે. નાણા મંત્રાલયે રાજ્યસભામાં નવી નોટના લોન્ચિંગ સંદર્ભે પૂછવામાં આવેલા એક સવાલનો જવાબ આપતાં નવી કોઈ ચલણી નોટ કરવાની યોજના ન હોવાનું જણાવ્યું હતું.
500થી વધુ કિંમતની ચલણી નોટ મુદ્દે અટકળો
રાજ્યસભામાં સાંસદ ઘનશ્યામ તિવારીએ જણાવ્યું હતું કે, શું સરકાર રૂ. 500થી વધુ કિંમતની ચલણી નોટ છાપવાની તૈયારી કરી રહી છે. જેનો જવાબ આપતાં નાણાં રાજ્યમંત્રીએ સ્પષ્ટપણે ઈનકાર કર્યો હતો. હાલ અટકળો હતી કે, સરકાર રૂ. 500થી વધુ કિંમતની ચલણી નોટ રજૂ કરવા જઈ રહી છે.
આ પણ વાંચોઃ હવે મોબાઈલ એપથી મળશે સસ્તા દરે અનાજ, સરકારે રાશન કાર્ડમાં કર્યો મોટો ફેરફાર
હજી 2000ની 346 લાખ નોટ સર્ક્યુલેશનમાં
વધુમાં રૂ. 2000ની નોટના સર્ક્યુલેશન મુદ્દે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતાં માહિતી આપી હતી કે, નવેમ્બર, 2016માં આરબીઆઈ અધિનિયમ 1934ની કલમ 24 (1) હેઠળ રૂ. 2000ની ચલણી નોટ બહાર પાડી હતી. જે 31 માર્ચ, 20187 સુધીમાં 33632 લાખ નોટ સર્ક્યુલેશનમાં હતી. બાદમાં 19 મે, 2023ના રોજ રૂ. 2000ની નોટ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે સમયે કુલ 17793 નોટ ચલણમાં હતી. જેમાંથી 15 નવેમ્બર, 2024 સુધીમાં 17477 લાખ ચલણી નોટ આરબીઆઈમાં પરત આવી ચૂકી હતી. હાલ 346 લાખ નોટ ચલણમાં છે.
રૂ. 2000ની નોટ જમા કરાવવાનો નિયમ
સરકારે રૂ. 2000ની નોટ બદલવા અને જમા કરવા માટે નિયમ બનાવ્યો છે. જેમાં રૂ.2000ની નોટ આરબીઆની 19 ઈશ્યૂ ઓફિસમાં જઈ જમા કરાવી શકે છે. આ કાર્યાલયોમાં નોટ જમા કરાવવા ઈન્ડિયા પોસ્ટ સર્વિસનો ઉપયોગ પણ કરી શકાય છે.