10 ગ્રામ સોનાનો ભાવ 1.68 લાખ પર પહોંચશે? ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે મળ્યો નવો ટાર્ગેટ

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
10 ગ્રામ સોનાનો ભાવ 1.68 લાખ પર પહોંચશે? ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે મળ્યો નવો ટાર્ગેટ 1 - image


Gold Rates : ભૌગોલિક રાજકીય ચિંતાઓ અને અમેરિકી ફેડ રિઝર્વના આંકડા સામે આવ્યા બાદ સોનાના ભાવમાં રોજબરોજ નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે. એપ્રિલમાં સોનાના ભાવની વાત કરીએ તો તેના 10 ગ્રામના ભાવ 7 હજાર વધી ચુક્યા છે. સોનાના ભાવમાં ઉછાળાને ધ્યાને રાખી હવે હિરાના રોકાણકારો પણ તેમાં રોકાણ કરી રહ્યા છે.

હિરામાં રોકાણ કરનારાઓ સોના તરફ વળ્યા

નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે સોનું વધુ મોંઘુ થશે. પરંતુ શું તમે જાણો છો કે, સોનાનો ભાવ ક્યાં સુધી પહોંચશે? નિષ્ણાંતોનું માનવું છે કે, વર્ષ 2030 સુધીમાં સોનાના ભાવ 1 લાખ 68 હજાર સુધી પહોંચી શકે છે. હિરામાં રોકાણ કરનારાઓ હવે ગોલ્ડ તરફ વળી રહ્યા છે અને તેમાં મોટાપ્રમાણમાં રોકાણ કરી રહ્યા છે. બીજીતરફ ડૉલરની પણ વેલ્યુ ઘટી રહી હોવાથી સોનાની કિંમત વધુ તેજીએ આગળ વધી રહી છે. તેથી નિષ્ણાંતોનું અનુમાન છે કે, સામાન્ય લોકો માટે વર્ષ 2030 સુધીમાં સોનું ખરીદવું સરળ નહીં હોય.

હાલ સોનાનો ભાવ શું છે?

ભારતીય બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાની કિંમત 73 હજાર રૂપિયે પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય સ્તરે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 73.596 રૂપિયા છે. 19 એપ્રિલે 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાની કિંમત વધીને 73301 રૂપિયા હતી. 916 (22 કેરે) પ્લોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 67414 રૂપિયા અને 750 પ્યોરિટીવાળા (18 કેરેટ) સોની કિંમત 55197 રૂપિયા હતી.

ઈરાન-ઈઝરાયલના કારણે વિશ્વભરની ચિંતા વધી

ઉલ્લેખનીય છે કે, પહેલા ઈરાને ઈઝરાયલના હુમલાનો જવાબ આપ્યો હતો. ત્યારબાદ ઈઝરાયલ ઈરાનમાં હુમલો કર્યો છે. આ કારણે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ વધતા વિશ્વભરમાં ચિંતા વધી છે. એટલું જ નહીં બંને દેશો વચ્ચે એક હજાર કિલોમીટરનું અંતર છે અને આ એક હજાર કિલોમીટરની વચ્ચે ત્રણ દેશો પિસાઈ ગયા છે. આ ત્રણ દેશોમાં જોર્ડન, સીરિયા અને તુર્કેઈનો સમાવેશ થાય છે. જો યુદ્ધની સ્થિતિ ઉભી થશે તો વિશ્વભરમાં રોકાણકારોની ચિંતા વધી શકે છે. એટલું જ નહીં ઘણા દેશોના અર્થતંત્રને પણ અસર પડી શકે છે.


Google NewsGoogle News