રોકાણકારોની સંપત્તિ પ્રથમ વખત 400 લાખ કરોડને પાર

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
રોકાણકારોની સંપત્તિ પ્રથમ વખત 400 લાખ કરોડને પાર 1 - image


- નવ મહિનામાં રૂ.100 લાખ કરોડનો વિક્રમી વધારો

- ઈન્ટ્રા-ડે સેન્સેક્સ 74896, નિફટી 22697, મિડ કેપ ઈન્ડેક્સ 41113નો નવો વિક્રમ : 38 મહિનામાં માર્કેટ કેપ બમણું થયું

મુંબઈ, અમદાવાદ : વૈશ્વિક બજારોમાં મજબૂતી, ફરી દેશમાં ચૂંટણી બાદ સ્થિર મજબૂત સરકાર રચાવાના વિશ્વાસ, ક્રુડ ઓઈલના ભાવ વધતાં અટકી ઘટી આવવા સહિતના પોઝિટીવ પરિબળોએ આજે ભારતીય શેર બજારોમાં અવિરત નવા વિક્રમો સર્જાયા હતા. સેન્સેક્સ, નિફટી બેઝડ આજે નવી ઊંચાઈના ઈતિહાસ રચાયા સાથે શેરોમાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે પ્રથમ વખત રૂ.૪૦૦ લાખ કરોડનો આંક પાર કરી રૂ. ૪૦૦.૮૬ લાખ કરોડની નવી ઐતિહાસિક ઊંચાઈ પહોંચ્યું હતું. આ સાથે  છેલ્લા ૯ મહિનામાં માર્કેટ કેપ.માં રૂ.૧૦૦ લાખ કરોડનો રેકોર્ડ ઉમેરો થયો છે. જ્યારે કુલ માર્કેટ કેપિટલાઈઝેશનને રૂ.૨૦૦ લાખ કરોડથી રૂ.૪૦૦ લાખ કરોડ થવામાં ૩૮ મહિના થયા છે.

બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન જે ૧૧, જુલાઈ ૨૦૨૩માં રૂ.૩૦૦ લાખ કરોડને પાર થયું હતું. જે આજે રૂ.૪૦૦.૮૬ લાખ કરોડની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. માર્કેટ કેપિટલાઈઝેશન અગાઉ ૪, ફેબુ્રઆરી ૨૦૨૧ના પ્રથમ વખત રૂ.૨૦૦ લાખ કરોડને પાર થયું હતું. આમ રૂ.૨૦૦ લાખ કરોડથી રૂ.૪૦૦ લાખ કરોડ થવામાં ૩૮ મહિના થયા છે.

૧૧, જુલાઈ ૨૦૨૩માં એ સમયે નિફટી ૧૯,૪૦૦ની સપાટીએ રહ્યો હતો. જે આજે એક તબક્કે ૧૮૩.૬૦ પોઈન્ટ ઉછળીને ૨૨૬૯૭.૩૦નો ઈતિહાસ રચી કામકાજના અંતે ૧૫૨.૬૦ ઉછળીને  ૨૨૬૬૬.૩૦ની નવી રેકોર્ડ ઊંચાઈએ  બંધ રહ્યો હતો. આમ નિફટીમાં આ સમયગાળામાં ૧૬ ટકાથી વધુ વધારો થયો છે. બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન વર્ષ ૨૦૦૭માં પ્રથમ વખત રૂ.૫૦ લાખ કરોડને પાર થયા બાદ વર્ષ ૨૦૧૪માં રૂ.૧૦૦ લાખ કરોડનો આંક પાર કર્યો હતો અને વર્ષ ૨૦૨૧માં ૪, ફેબુ્રઆરી ૨૦૨૧ના રૂ.૨૦૦ લાખ કરોડનો આંક પાર કર્યો હતો.

૧૧, જુલાઈ ૨૦૨૩ના સેન્સેક્સ ૬૫૬૧૭.૮૪ની  સપાટીએ રહ્યો હતો. એ આ સમયગાળામાં વધીને આજે એક તબક્કે ૬૨૧.૦૮ પોઈન્ટની છલાંગે ૭૪૮૯૬.૩૦ નવો વિક્રમ સ્થાપી અંતે ૪૯૪.૨૮ પોઈન્ટ વધીને ૭૪૭૪૨.૫૦ની નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યો હતો. લાર્જ કેપ શેરો અને એ ગુ્રપના શેરોમાં ફંડોએ મોટાપાયે ખરીદી કર્યા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે મર્યાદિત ખરીદી કરી હતી. 

સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ આજે તેની સર્વોચ્ચ સપાટીની  નજીક પહોંચી ગયો હતો. જ્યારે મિડ કેપ ઈન્ડેક્સે આજે નવી ઐતિહાસિક ટોચ બનાવી હતી. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ આજે ઉપરમાં ૪૬૪૧૦.૩૪ સુધી જઈ  અંતે ૨૮.૮૫ પોઈન્ટ ઘટીને ૪૬૦૦૩.૮૬ બંધ રહ્યો હતો. જે  તેની ૭, ફેબુ્રઆરી ૨૦૨૪ની ૪૬૮૨૧.૩૯ની સર્વોચ્ચ સપાટીથી નજીવો દૂર છે. જ્યારે બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ આજે  ૪૧૧૧૩.૧૬ની નવી વિક્રમી ટોચ બનાવી અંતે ૧૦૬.૭૬ પોઈન્ટ વધીને ૪૦૯૩૭.૩૦ બંધ રહ્યો હતો.

જીડીપી ટુ માર્કેટ કેપ રેશિયો 1.33 ટકા

ભારતનો માર્કેટ કેપ અને જીડીપી ગુણોત્તર જેને બફેટ ઇન્ડિકેટર તરીકે પણ ઓળખવામાં આવે છે તે ૮ એપ્રિલે ૧.૩૩ ટકા છે. આ ૧૦ વર્ષની સરેરાશ ૦.૯૩ કરતાં વધુ છે. વર્તમાન સપાટી સૌથી ઊંચા સ્તરે નથી. અગાઉ ૨૦૦૭માં એમ-કેપ ટુ જીડીપી રેશિયો ૧.૪૬૪ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો, જે ૨૦૦૮માં ફરી એકથી નીચે આવ્યો હતો અને ડિસેમ્બર ૨૦૨૦ સુધી આ રેશિયો એકની નીચે હતો. પરંતુ ત્યારબાદ ખાસ કરીને કોરોના પછી આ રેશિયો શેરબજારની તરફેણમાં થયો હતો અને છેલ્લા ચાર વર્ષથી એક ટકાની ઉપર છે. ૨૦૨૧માં જીડીપી અને માર્કેટ કેપ રેશિયો બરોબર ૧૦૦ના સ્તરે હતો. વધુમાં વર્તમાન રેશિયો ૧૭ વર્ષની ટોચે પહોંચ્યો હોવાનું કહી શકાય. આ રેશિયો ૨૦૦૧માં સૌથી નીચા સ્તરે ૦.૨૩ ટકા હતો. 

માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત ચોથા ક્રમે

ક્રમ

દેશ

માર્કેટ કેપ

-

-

(ડોલરમાં)

૧.

અમેરિકા

૫૦ ટ્રીલિયન

૨.

ચીન

૧૦.૮ ટ્રીલિયન

૩.

જાપાન

૫.૪૭ ટ્રીલિયન

૪.

ભારત

૪.૮ ટ્રીલિયન

૫.

હોંગકોંગ

૩.૯૬ ટ્રીલીયન

૬.

ફ્રાન્સ

૨.૮૨ ટ્રીલીયન

૭.

યુકે

૨.૮૨ ટ્રીલીયન

૮.

કેનેડા

૨.૬૪ ટ્રીલીયન

૯.

સા.અરેબિયા

૨.૪૨ ટ્રીલીયન

૧૦.

જર્મની

૨.૨૮ ટ્રીલીયન


Google NewsGoogle News