શું તમે વધતી મોંઘવારી સામે તમારૂ રોકાણ સુરક્ષિત રાખવા માગો છો? જાણો કેવી રીતે
Small Savings Schemes Return: સુરક્ષિત અને સરકારી બચત યોજનામાં રોકાણ કરવા માગતાં રોકાણકારો આ નાની બચત યોજનામાં રોકાણ કરી શકે છે. બેન્ક એફડી અને સેવિંગ એકાઉન્ટ ડિપોઝીટ કરતાં વધુ વ્યાજદરે ઉપલબ્ધ હોવાથી તેમાં સારી એવી કમાણી થાય છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા 3 મહિને ફુગાવાના આધારે વ્યાજદરો નિર્ધારિત થતાં હોવાથી ફુગાવા સામે રક્ષણ પણ મળે છે. જેથી તમે મોંઘવારીમાં વધારાની સાથે તમારા રોકાણ પર મળતાં રિટર્નમાં પણ વૃદ્ધિ જોઈ શકો છો.
આ યોજનામાં સૌથી વધુ વ્યાજ
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાંથી સૌથી વધુ વ્યાજ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મળે છે. જેનો વ્યાજદર 8.2 ટકા છે. આ સિવાય વરિષ્ઠ નાગરિકો માટેની બચત યોજનામાં પણ 8.2 ટકા વ્યાજ મળે છે. સૌથી ઓછુ વ્યાજ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં 4 ટકા મળે છે. પોસ્ટ ઓફિસની મોટાભાગની નાની બચત યોજનામાં ટેક્સ કપાતનો લાભ મળે છે. જેમાં થતી આવક પણ ટેક્સ ફ્રી હોય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનાઃ
નાણાકીય વર્ષ દરમિયાન સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે ઓછામાં ઓછું રૂ. 250થી મહત્તમ રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. 10 વર્ષ સુધીની બાળકીના નામે એકાઉન્ટ ખોલાવી રોકાણ કરી શકાય. મેચ્યોરિટી પિરિયડ 21 વર્ષ છે. જેમાં ટેક્સ કપાતના લાભો પણ મળે છે.
નાની બચત યોજનામાં 9 ટકા સુધી વ્યાજ
વિગત |
વાર્ષિક વ્યાજદર |
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ
એકાઉન્ટ |
4 |
1 વર્ષની
ટાઈમ ડિપોઝિટ |
6.9 |
2 વર્ષની
ટાઈમ ડિપોઝિટ |
7% |
3 વર્ષની
ટાઈમ ડિપોઝીટ |
7.1 |
5 વર્ષની
ટાઈમ ડિપોઝીટ |
7.5 |
5 વર્ષની
આરડી સ્કીમ |
6.7 |
સિનિયર સિટિજન સેવિંગ
સ્કીમ 8 |
2% |
મંથલી ઈનકમ એકાઉન્ટ |
7.4 |
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ |
7.7 |
પીપીએફ સ્કીમ |
7.1% |