Personal Finance: ઓછા પગારમાં રોકાણ કરવા માગો છો, તો આ ફોર્મ્યુલા અપનાવો

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
Personal Finance: ઓછા પગારમાં રોકાણ કરવા માગો છો, તો આ ફોર્મ્યુલા અપનાવો 1 - image


Investment Tips: મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેની સામે આવકમાં કોઈ ખાસ વૃદ્ધિ જોવા મળી નથી. પરિણામે મધ્યમવર્ગના ખિસ્સા પર બોજો વધ્યો છે. માથાદીઠ દેવુ જીડીપીના 40 ટકા નોંધાયુ છે. આ ફુગાવાના માહોલ વચ્ચે અમુક બચતના માધ્યમથી ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત બનાવી શકો છો. પગારમાંથી નિશ્ચિત રકમની બચત કરી યોગ્ય ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકાણની ટેવ કેળવવાથી ભવિષ્યમાં વધનારી મોંઘવારી તેમજ ઈમરજન્સીનો સામનો કરવા સજ્જ બની શકો છો.

આ ફોર્મ્યુલા અપનાવો

જો તમારો પગાર ખૂબ ઓછો છે, અને બચત થતી નથી, તો તમારે તમારી આવક મુદ્દે ગંભીરતાપૂર્વક વિચારવુ પડશે. જેના માટે બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકો. જરૂરિયાત અને મોજશોખ વચ્ચેનો ભેદ સમજી બચત કરી શકો છો. દરમહિને પગારના 10 ટકા રકમ બચાવો. જેને યોગ્ય રોકાણ માધ્યમમાં રોકો.

ધીમે-ધીમે જેમ પગાર વધે તેમ તમારા પગારમાંથી બચતનું પ્રમાણ વધારો. જો તમે પગારમાંથી 30 ટકા રકમની બચત કરતાં થશો, તો તમે નાણાકીય લક્ષ્યો સરળતાથી હાંસલ કરી શકશો.

બિનજરૂરી ખર્ચાઓ ટાળો

બિનજરૂરી ખર્ચાઓ હંમેશા ટાળો, જરૂરિયાત અને બિનજરૂરી ચીજો વચ્ચેની પાતળી ભેદરેખાને સમજો. આજના ડિજિટલ યુગમાં એક ક્લિક પર મોટાભાગની વસ્તુઓ ખરીદી શકાય છે. પરંતુ તે જરૂરી છે કે નહિં, તે નક્કી કરો. વિવિધ ઓફર્સમાં ભરમાઈને વધુ પડતી ખરીદી ન કરો. જેનાથી બિનજરૂરી ખર્ચાઓ ઘટશે.

આ રીતે યોજના ઘડો

પોતાની જરૂરિયાત અનુસાર રોકાણનો નિયમ ઘડો, જેના માટે નાણાકીય સલાહકારની સલાહ પણ લઈ શકો છો. દર મહિને એક બજેટ નક્કી કરો. જેમાં જરૂરી ખર્ચાઓને પ્રાધાન્ય આપો. બાદમાં રોકાણ અને બચત કરો, ત્યારબાદ બાકી રકમથી તમારા મોજશોખ જેમ કે, મુવી, શોપિંગ અને રેસ્ટોરન્ટ, સહિતના ખર્ચાઓ કરો. રોકાણ માટે સુરક્ષિત ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ જેમ કે, બેન્ક એફડી, ઈપીએફ, પેન્શન યોજના, એનસીડી સહિતના માધ્યમમાં રોકાણ કરી શકો છો, જો જોખમની ક્ષમતા ધરાવતા હોવ અને લાંબાગાળાના વ્યૂહ સાથે મ્યુચ્યુઅલ ફંડ્સ, ઈક્વિટી બજારમાં રોકાણ કરી શકો છો. બચત ખાતામાં જરૂરી મૂડી રાખવા સલાહ છે. કારણકે, મોટાભાગે બચત ખાતામાં જમા મૂડી વપરાઈ જવાના કિસ્સા બનતા હોય છે.


Google NewsGoogle News