સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મહિનાની પાંચ તારીખ પહેલાં રોકાણ કરી આકર્ષક રિટર્નનો લાભ મેળવો
Personal Finance: સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં 5 એપ્રિલ પહેલાં રોકાણ કરનારાને નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં આકર્ષક રિટર્ન મળવા પાત્ર છે. પીપીએફમાં વ્યાજનો દર 7.1 ટકા લાગૂ થશે.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકોને મેસેજ મોકલ્યો હતો કે, કેન્દ્ર સરકારની માર્ગદર્શઇકા અસાર, પીપીએફમાં પાંચ એપ્રિલ પહેલાં રોકાણ કરનારાઓના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. 2024-25ના પ્રથમ ત્રિમાસિકમાં પીપીએફ પર 7.1 ટકા વ્યાજ મળશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 5 એપ્રિલ પહેલાં રોકાણ કરવા
પાછળનો તર્ક વધુ વ્યાજ મેળવવાનો છે. પાંચ એપ્રિલ બાદ અથવા તો કોઈપણ મહિનાની પાંચ
તારીખ બાદ રોકાણ કરવા પર તે માસનું વ્યાજ ગણતરીમાં લેવામાં આવતુ નથી. જેથી આ
વ્યાજનો લાભ લેવા માટે હંમેશા પાંચ તારીખ પહેલાં રોકાણ કરવા સલાહ છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પીપીએફની તુલનાએ સૌથી વધુ 8.2 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જો કે, પાંચ તારીખ બાદ કરવામાં આવેલા રોકાણમાં આ
વ્યાજનો લાભ ગુમાવાનો વારો આવી શકે છે. ઉદાહરણ તરીકે, એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં
વાર્ષિક 8.2 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ દર સતત 21 વર્ષ સુધી જળવાઈ રહે તો
રોકાણકારને વાર્ષિક રૂ. 1.5 લાખના રોકાણ પર કુલ 49.32 લાખનું વ્યાજ મળી શકે છે.
પરંતુ તો રોકાણ પાંચ તારીખ બાદ થઈ રહ્યુ હોય તો સ્કીમમાં કુલ મળવા પાત્ર રકમ રૂ.
48.85 લાખ થશે. જેમાં રોકાણકારને 21 વર્ષની મુદ્દત પર રૂ. 47014નું નુકસાન થશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે
માતા-પિતા પોતાની બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે આ
યોજનામાં રોકાણ કરી શકે છે. જેનો મેચ્યોરિટી પિરિયડ 21 વર્ષ અથવા બાળકી 18 વર્ષ બાદ
લગ્ન કરે છે...જેમાં માસિક લઘુત્તમ રૂ. 250થી રૂ. 1.5 લાખ પ્રતિ વર્ષનું રોકાણ કરી
શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કર માફીનો લાભ લઈ શકો છો. બાળકી ધોરણ 10માં
ઉતીર્ણ થાય તો આગળ અભ્યાસ અર્થે પણ રોકાણ પાછું ખેંચી શકાય છે. રોકાણકાર રોકડ,
ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ અને ઓનલાઈન ટ્રાન્સફર મારફત રોકાણ કરી શકશે.