હુથી હુમલાના કારણે આંતરરાષ્ટ્રીય વેપારને અસર, ભારતથી યુરોપમાં ડીઝલ મોકલવાનો ખર્ચ વધ્યો

ડીઝલ શિપમેન્ટમાં ઘટાડાનું મુખ્ય કારણ પશ્ચિમમાં શિપિંગના ખર્ચમાં વધારો

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
હુથી હુમલાના કારણે આંતરરાષ્ટ્રીય વેપારને અસર, ભારતથી યુરોપમાં ડીઝલ મોકલવાનો ખર્ચ વધ્યો 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 20 ફેબ્રુઆરી 2024, મંગળવાર

ભારતથી યુરોપમાં ડીઝલ શિપમેન્ટ આ મહિને 2022 પછી સૌથી ઓછું થઈ ગયુ છે. વેપારી શિપિંગ પર થઈ રહેલા હુથી હુમલાઓના કારણે આંતરરાષ્ટ્રીય વેપારને અસર થઈ રહી છે. લાલ સમુદ્રમાં ચાલી રહેલી ઉથલ-પાથલ વચ્ચે, કાર્ગો પશ્ચિમને બદલે પૂર્વ તરફ મોકલવું વધુ સારું બન્યું છે. આ કારણોસર યુરોપીય સંઘ અને બ્રિટનમાં કાર્ગોના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે.

બ્લૂમબર્ગ દ્વારા સંકલિત વોર્ટેક્સ લિમિટેડના આંકડા પ્રમાણે ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં યુરોપથી ભારત આવતા ફ્યુઅલની આવક સરેરાશ 18,000 બેરલ પ્રતિ દિવસ હતી તેમાંજાન્યુઆરીની સરેરાશની તુલનામાં 90% કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે. સ્પાર્ટા કોમોડિટીઝના વિશ્લેષક જેમ્સ નોએલ-બેસવિકે જણાવ્યું કે, ડીઝલ શિપમેન્ટમાં ઘટાડાનું મુખ્ય કારણ પશ્ચિમમાં શિપિંગના ખર્ચમાં વધારો છે.

નોએલ-બેસવિકે કહ્યું કે, પૂર્વમાં સિંગાપોર તરફ નિકાસ કરવા માટે અર્થશાસ્ત્ર પશ્ચિમના દેશોની તુલનામાં ખૂબ સારું રહ્યું છે. યુરોપ અથવા એટલાન્ટિક બેસિન તરફ જતા ટેન્કરોને હુથીના જોખમથી બચવા માટે દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપને પાર કરવાનું હોય છે અને તેના કારણે યાત્રાની લંબાઈ અને ખર્ચમાં વધારો થાય છે. આ કારણોસર શિપમેન્ટની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

આંકડા પ્રમાણે ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં યુરોપીય સંઘમાં ડીઝલ-પ્રકારના ઈંધણની કોઈ આયાત નથી થઈ અને બ્રિટનમાં માત્ર એક જ શિપમેન્ટની આયાત થઈ છે. જો કે, બ્લૂમબર્ગ દ્વારા સંકલિત પોર્ટ રિપોર્ટ અને ટેન્કર-ટ્રેકિંગ ડેટા પ્રમાણે માર્લિન સિસિલી અને માર્લિન લા પ્લાટાએ તાજેતરમાં જ ભારતમાં બેરલ લોડ કર્યા છે અને રોટરડેમ તરફ વધ્યા છે. 


Google NewsGoogle News