લોનધારકો માટે ખુશખબરઃ 2024માં પણ વ્યાજ દરોમાં ઘટાડો ચાલુ રહેવાનો IMFનો દાવો
વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક-2024માં IMFના પ્રમુખનું સંબોધન
અંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (IMF)ના પ્રમુખ ક્રિસ્ટાલિયા જૉર્જીવાએ કહ્યું કે, 2024માં વ્યાજદરો ઘટવાનું ચાલુ રહેવું જોઈએ. ઉપરાંત તેમણે વિશ્વભરને ચેતવણી આપી છે કે, નીતિમાં ભૂલ માટે કોઈ જગ્યા નથી, કારણ કે તેનો અંતિમ સમય ઘણો મુશ્કેલ હશે.
IMF પ્રમુખની કેન્દ્રીય બેંકોને ચેતવણી
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠક-2024માં સંબોધન દરમિયાન જૉર્જીવાએ કહ્યું કે, કેન્દ્રીય બેંકોએ સમય પહેલા કડક વલણ ન અપનાવવું જોઈએ, જો આવું કરશો તો તમારા હાથમાં રહેલી જીત તમે ખોઈ નાખશો. તેમણે આશા વ્યક્ત કરી છે કે, 2024માં હકારાત્મક વલણો ચાલુ રહેશે. ફુગાવાનો દર સરેરાશ ઓછો થઈ રહ્યો છે.
‘ઘણા એશિયાઈ દેશોમાં મોંઘવારીની સમસ્યા નથી’
તેમણે પ્રાદેશિક વિસંગતતાઓ તરફ પણ ઈશારો કરતાં કહ્યું કે, મોંઘવારીના વલણો ઘણા જુદાં-જુદાં છે. કેટલાક દેશોમાં મોંઘવારી પહેલાથી જ ઘટી ગઈ છે અને ત્યાં અનુકૂળ નાણાકીય નીતિ છે, જેનું બ્રાઝિલ એક ઉદાહરણ છે. ઘણા એશિયાઈ દેશોમાં મોંઘવારીની સમસ્યા નથી.
‘કેન્દ્રીય બેંકોએ સમય પહેલા કડક વલણ ન અપનાવવું જોઈએ’
ક્રિસ્ટાલિયા જૉર્જીવાએ ચેતવણી આપી કે, ‘કેન્દ્રીય બેંકોએ સમય પહેલા કડક વલણ ન અપનાવવું જોઈએ, કારણ કે તેઓ હાથમાં રહેલી જીત ખોઈ શકે છે. ઉપરાંત જો તેઓ ધીમે ધીમે આગળ વધશે, તો અર્થવ્યવસ્થાને પણ નુકસાન થઈ સકે છે.’ તેમણે વિવિધ દેશોના નીતિ ઘડવૈયાઓને સાવધાની રાખવા અને આંકડા પર નજર રાખવા કહ્યું છે.