વર્ષ 2017થી પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાનો નિર્ણય લેવાયો હતો, જાણો એ ઈતિહાસ

વર્તમાન સરકારમાં બજેટ સાથે જોડાયેલી ઘણી પરંપરામાં ફેરફાર થયા છે

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
વર્ષ 2017થી પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાનો નિર્ણય લેવાયો હતો, જાણો એ ઈતિહાસ 1 - image


Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે છઠ્ઠું બજેટ રજૂ કરશે. બજેટમાં મહિલા-ખેડૂતો માટે મોટી જાહેરાત થવાની શક્યતા છે. ત્યારે લોકોને બજેટ બાબતે પણ ઘણા પ્રશ્નો હોય છે એવામાં સૌથી વધુ થતો પ્રશ્ન એ છે કે બજેટ પહેલી ફેબ્રુઆરીએ કેમ રજૂ કરવામાં આવે છે? તો ચાલો જાણીએ તેનો જવાબ...

Budget 2024 live updates : અહીં ક્લીક કરો

અગાઉ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં ન આવતું

અગાઉ બજેટ ફેબ્રુઆરીના પહેલા દિવસે નહીં પરંતુ ફેબ્રુઆરીના છેલ્લા દિવસે રજૂ કરવામાં આવતું હતું. પરંતુ વર્તમાન સરકારે બજેટ સાથે જોડાયેલી આ વર્ષો જૂની પરંપરા બદલીને બજેટની તારીખ પહેલી ફેબ્રુઆરી કરી દીધી.

આ પરંપરા વર્ષ 2017માં બદલવામાં આવી 

બજેટ સંસદના બંને ગૃહોમાંથી પસાર કરાવતા પહેલા દર વર્ષે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ કેન્દ્ર સરકાર દ્વારા આગામી નાણાકીય વર્ષ માટે ખર્ચ અને આવકની વિગતો રજૂ કરવામાં આવે છે. વર્ષ 1860 થી જ એટલે કે બ્રિટિશ શાસનકાળથી જ દેશમાં બજેટ રજૂ કરવાનું શરુ કર્યું હતું. તેમજ વર્ષ 2017 પહેલા બજેટ ફેબ્રુઆરી મહિનાના અંતમાં રજૂ કરવામાં આવતું હતું. પરંતુ તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ બજેટની આ 92 વર્ષ જૂની પરંપરામાં ફેરફાર કરીને તેને પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી જ દર વર્ષે પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે.

આ ફેરફાર કેમ કરવામાં આવ્યો?

92 વર્ષ જૂની બજેટની આ પરંપરામાં ફેરફાર કરતા તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ ખુલાસો કર્યો હતો કે ફેબ્રુઆરીના અંતમાં બજેટ રજૂ કરવાથી સરકારને બજેટને અસરકારક બનાવવાનો સમય મળતો નથી. જેથી સરકારને વધુ સમય મળી રહે તે માટે, બજેટની તારીખ 28મી ફેબ્રુઆરીથી બદલીને પહેલી ફેબ્રુઆરી કરવામાં આવી હતી.

હાલ રેલવે બજેટ અલગથી રજૂ થતું નથી

સરકારે રેલવે બજેટ સહીત બજેટની ઘણી પરંપરા બદલી છે. વર્તમાન સરકારના પ્રથમ કાર્યકાળના ત્રણ વર્ષમાં અલગ રેલવે બજેટ રજૂ કરાયું હતું, પરંતુ 2017 થી તે પરંપરા બંધ કરીને સામાન્ય બજેટ સાથે જ રજૂ કરવામાં આવે છે.  

વર્ષ 2017થી પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાનો નિર્ણય લેવાયો હતો, જાણો એ ઈતિહાસ 2 - image


Google NewsGoogle News