પોસ્ટ ઑફિસની FD, PPF, NSC પર મળશે આટલું વ્યાજ, સરકારે કરી જાહેરાત
Interest rates on small savings schemes remain unchanged: જો તમે પોસ્ટ ઑફિસની ફિક્સ્ડ ડિપોઝિટ (FD), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ(NSC)ની સ્કીમમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. સરકારે નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટર (જુલાઈથી ડિસેમ્બર) માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યા નથી. આમ સતત છઠ્ઠું એવુ ક્વાર્ટર છે કે, જેમાં સરકારે આ સ્કીમના વ્યાજદર યથાવત્ રાખ્યા છે.
સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ પર વ્યાજદર યથાવત્
નાણા મંત્રાલયે આજે સોમવારે (30 જૂન) જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, 1 જુલાઈ 2025થી 30 ડિસેમ્બર 2025 સુધી ત્રિમાસિક માટે વિવિધ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ પર વ્યાજદર પહેલાની જેમ જ રહેશે. એટલે કે અગાઉ 1 એપ્રિલથી 30 જૂન, 2025 સુધીમાં જે વ્યાજદર લાગુ હતા એ પ્રમાણે રહેશે.
સ્કિમ પ્રમાણે વ્યાજદર
તમને જણાવી દઈએ કે, સરકારે છેલ્લે વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદરમાં ફેરફાર કર્યા હતા. આ પછી સતત છ ત્રિમાસિક સુધી કોઈ પરિવર્તન કર્યો ન હતો. તેના પરથી એવું લાગે છે કે, હાલ આ યોજનાને સ્થિર રખાશે. મોંઘવારી અને વ્યાજદરોની વૈશ્વિક સ્થિતિને ધ્યાન રાખીને આ પ્રકારે નિર્ણય લેવાયો હોવાની આશંકા છે.
આ પણ વાંચો: સરકારે જીએસટી કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો, અત્યાર સુધીની સૌથી વધુ કમાણી
ના ફાયદો કે નુકસાન
નાના રોકાણકારોને રાહત મળી ન હતી, પરંતુ તેઓ નિરાશ પણ થયા ન હતા. સ્થિર વ્યાજદરનો અર્થ એ છે કે, તમે તમારી રોકાણ યોજનામાં કોઈ મોટા ફેરફાર કર્યા વિના આગળ વધી શકો છો. પરંતુ જો તમે વધુ વળતરની અપેક્ષા રાખતા હોવ, તો તમારે જોખમી વિકલ્પો પણ જોવા પડશે.