Get The App

બજેટ પહેલા સુકન્યા સમૃદ્ધિ, PPF જેવી બચત યોજનાઓ માટે સરકારનો મોટો નિર્ણય

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
savings


Small Saving Scheme: નાણાકીય વર્ષ 2025ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે તમામ નાની બચત યોજનાઓ પરના વ્યાજને લઈને કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગયા ક્વાર્ટરની જેમ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ PPF, SCSS અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ યોજનાઓના વ્યાજ પરનો નિર્ણય દર ત્રણ મહીને લેવાય છે 

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) અને રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC)જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દર બાબતે કેન્દ્ર સરકાર દર ત્રણ મહીને નિર્ણય લે છે.  

નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ 1 જુલાઈ, 2024 થી શરૂ થઈને 30 સપ્ટેમ્બર, 2024 સુધી ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો યથાવત રહેશે. 

વ્યાજ દરમાં છેલ્લે ક્યારે ફેરફાર થયો હતો?

નાણાકીય વર્ષ 2024ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે માટે ડિસેમ્બર 2023માં વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં કેન્દ્ર સરકારે ક્વાર્ટર-4 માટે સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી નાની બચત યોજનાઓ માટે 3 વર્ષના ટાઈમ ડિપોઝીટના વ્યાજ દરમાં 20bps સુધીનો વધારો કર્યો હતો. પીપીએફના રેટ 3 વર્ષથી વધુ સમયથી યથાવત રહ્યા હતા. તેમાં છેલ્લે એપ્રિલ-જૂન 2020 માં 7.9 ટકાથી ઘટાડીને 7.1 ટકા કરવામાં આવ્યો હતો.

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજ

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ માટે વ્યાજ દર વાર્ષિક 4% પર યથાવત છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમનો વ્યાજ દર 8.2%, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટનો વ્યાજ દર આગામી ક્વાર્ટર માટે 8.2% રહેશે.

એક વર્ષના ટાઈમ ડિપોઝિટ પર 6.9%, બે વર્ષના ટાઈમ ડિપોઝિટ પર 7.0%, ત્રણ વર્ષના ટાઈમ ડિપોઝિટ પર 7.1% અને પાંચ વર્ષના ટાઈમ ડિપોઝિટ પર 7.5% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય રિકરિંગ ડિપોઝિટ (RD) પર 6.7% વ્યાજ, માસિક આવક યોજના હેઠળ 7.4% વ્યાજ, NSC હેઠળ 7.7% વ્યાજ અને કિસાન વિકાસ પત્ર હેઠળ 7.5% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

બજેટ પહેલા સુકન્યા સમૃદ્ધિ, PPF જેવી બચત યોજનાઓ માટે સરકારનો મોટો નિર્ણય 2 - image


Google NewsGoogle News