અમીરો પર મોંઘવારીની નથી થઈ રહી કોઈ અસર, ધડાધડ ખરીદી રહ્યાં છે કરોડોના ઘર: રિપોર્ટ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
Real Estate


Real Estate : દેશભરના લોકો મોંઘાવારીનો સામનો કરી રહ્યાં ત્યારે અમીર વધુ અમીર બનતા જાય છે. બીજી તરફ, રીઅલ એસ્ટેટ કંસાલ્ટન્ટ સીબીઆરાઈની રિપોર્ટ પ્રણાણે, દેશના અમીરો મોટાપાયે પ્રોપર્ટીની ખરીદી રહ્યાં છે. જેમાં જાન્યુઆરીથી લઈને જૂન સુધીમાં દેશના સાત મુખ્ય શહેરોમાં ચાર કરોડથી વધુ કિંમતના બંગ્લોઝના વેચાણમાં વાર્ષિક 27 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.

દિલ્હી એનસીઆર સહિત છ શહેરોમાં કરોડોના બંગ્લોઝના વેચાણમાં વધારો 

છેલ્લા છ મહિનાના સમયગાળામાં દેશના મુખ્ય ગણાતા એવા સાત શહેરોમાં 8500 જેટલાં બંગ્લોઝનું વેચાણ થયું છે. જેમાં જાન્યુઆરીથી જૂન મહિનામાં દિલ્હી-એનસીઆરમાં 3300 જેટલા બંગ્લોઝનું વેચાણ કરવામાં આવ્યું છે. જેમાં એક વર્ષની અંદરમાં 14 ટકા વધારો જોવા મળ્યો છે. જ્યારે મુંબઈમાં 14 ટકા વેચાણમાં વધારો થતાં 2500 બંગ્લોઝનું વેચાણ થયું છે. આ ઉપરાંત, હૈદરાબાદમાં 44 ટકા વેચાણમાં વધારો થતાં 1300 બંગ્લોઝ વેચાયા છે. જ્યારે ચેન્નઈ અને કોલકાતામાં અનુક્રમે 100 અને 200 બંગ્લોઝ અને પૂણેમાં 450 ટકા વધારા સાથે 1100 બંગ્લોઝનું વેચાણ થયું છે.

આ પણ વાંચો : સોનાના ભાવ સાપ્તાહિક ધોરણે સ્થિર રહ્યા, ચાંદી રૂ. 2500 સસ્તું, જાણો લેટેસ્ટ અપડેટ્સ

રીઅલ એસ્ટેટમાં 1.56 અરબ ડોલરની ડીલ

રીઅલ એસ્ટેટમાં જાન્યુઆરી અને માર્ચમાં કરવામાં આવેલા મકાનોની ડીલ કરતા આઠ ગણા એપ્રિલથી જૂન, 2024 દરમિયાન કુલ 1.56 અરબ ડોલર કિંમતની 19 ડીલ કરવામાં આવી છે. ગ્રાન્ટ થોર્નટનની રિપોર્ટ પ્રમાણે, આ વર્ષના બીજા પડાવમાં ભારતના રીઅલ એસ્ટેટ બજારમાં બહોળા પ્રમાણમાં હલચલ જોવા મળી છે. છેલ્લા ચાર વર્ષમાં મકાનોના વધતા ભાવના કારણે ટોપ 30 ટિયર-2 શહેરોમાં મકાનના ભાવમાં 94 ટકા જેટલો વધારો થયો છે. આ ઉપરાંત ડેટા એનાલિસ્ટ કંપની પ્રોપઇક્વિટી અનુસાર, 2023-24માં પ્રોજેક્ટ્સની સરેરાશ ઓફરની કિંમત કરતા 2019-20ની ટકાવારીમાં ઘણો વધારો થયો છે.

આ પણ વાંચો : બજેટમાં આ જાહેરાત થાય તો પેટ્રોલ-ડીઝલના ભાવ એક ઝાટકે ઘટી જશે, જાણો કેવી રીતે?

વેપારીએ શું કહ્યું

ક્રેડાઈ એનસીઆરના અધ્યક્ષ અને ગૌડા ગ્રુપના સીએમડીએ કહ્યું કે, 'દિલ્હી એનસીઆરમાં બંગ્લોઝની વધતી માંગ એ સાબિત કરે છે કે હવે લોકો પોતાની જીવનશૈલી આગળ વધારવા માટે રોકાણ કરી રહ્યાં છે. અમે ગર્વથી કહી શકીએ છીએ કે અમારો સમુહ બદલાતા ટ્રેન્ડનો એક ભાગ છે. આ સાથે લગ્ઝરી પ્રોપર્ટીમાં લોકોની વધતી ઈચ્છાથી ભારતની અર્થવ્યવસ્થામાં ઘણી અસર કરે છે.'

આલીશાન જીવનશૈલી જીવવાના શોખીન

કાઉંટી ગ્રુપના ડાયરેક્ટરનું કહેવું છે કે, 'રીઅલ એસ્ટેટના બજારમાં જોવા મળતી આ વૃદ્ધિ સકારાત્મક સંકેત આપે છે. સુરક્ષા અને સુવિધાજનક જીવન જીવવાની લોકોની ઈચ્છાઓમાં વધારો જોવા મળતો હોવાથી રીઅલ એસ્ટેટમાં રોકાણ અને વેચાણ કરનારા લોકો પોતાની જીવનશૈલી વધુ સારી રીતે જીવવાની ઈચ્છા રાખે છે.' ગુલશન ગ્રુપના ડાયરેક્ટરે કહ્યું કે, 'દિલ્હી એનસીઆરમાં લગ્ઝરી મકાનોની વધતી માંગ સામે લોકોની જરૂરિયાત અને પ્રાથમિકતામાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે.'

આમ પ્રભાવી જીવનશૈલીના શોખીન વ્યક્તિ મોટા પ્રમાણ લગ્ઝરી મકાનોની ખરીદી કરી રહ્યાં છે, ત્યારે રીઅલ એસ્ટેટ બજારમાં દેશના સાત મોટા શહેરોમાં બંગ્લોઝના વેચાણમાં બહોળા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે.

અમીરો પર મોંઘવારીની નથી થઈ રહી કોઈ અસર, ધડાધડ ખરીદી રહ્યાં છે કરોડોના ઘર: રિપોર્ટ 2 - image


Google NewsGoogle News