Get The App

આગામી દાયકામાં 800 અબજ ડોલરના રોકાણની ઔદ્યોગિક જુથોની યોજના

- ગ્રીન હાઈડ્રો, ક્લીન એનર્જી, સેમીકન્ડકટર્સ જેવા ક્ષેત્રો તરફ આકર્ષણ

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
આગામી દાયકામાં 800 અબજ ડોલરના રોકાણની ઔદ્યોગિક જુથોની  યોજના 1 - image


મુંબઈ : અદાણી, ટાટા, રિલાયન્સ સહિતના મોટો ઔદ્યોગિક જુથો આગામી એક દાયકામાં ૮૦૦ અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરવાની યોજનામાં હોવાનું એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સ દ્વારા જણાવાયું છે. દેશના મોટા ઉદ્યોગ જુથો દ્વારા છેલ્લા દસ વર્ષમાં કરાયેલા ઈન્વેસ્ટમેન્ટસની સરખામણીએ ૮૦૦ અબજ ડોલરનો સૂચિત આંક ત્રણ ગણો હોવાનું પણ જણાવાયું હતું.

૮૦૦ અબજ ડોલરના ઈન્વેસ્ટમેન્ટસમાંથી અંદાજે ૪૦ ટકા ઊભરી રહેલા નવા ક્ષેત્રો જેમ કે ગ્રીન હાઈડ્રો, ક્લીન એનર્જી, સેમીકન્ડકટર્સ તથા વીજ સંચાલિત વાહનોના ઉત્પાદન વધારવા પાછળ કરાશે તેવી પણ ધારણાં મૂકવામાં આવી છે.

ઈન્વેસ્ટમેન્ટસ માટે વ્યાપક તકો રહેલી છે પરંતુ તેમાં જોખમો પણ સંકળાયેલા હોવાની રેટિંગ એજન્સીએ ચેતવણી ઉચ્ચારી છે. 

પ્રોેજેકટસના અમલ સાથે સંકળાયેલા જોખમોનો કંપનીઓએ સામનો કરવાનો રહેશે. ગ્રીન હાઈડ્રોજનમાં એકસાથે વ્યાપક મૂડી લગાડવાની રહે છે જ્યારે તેના પરનું વળતર અનિશ્ચિત છે. 

નવા પ્રોેજેકટસ પાછળના દેવા સ્તરમાં વધારો થશે ત્યારે કંપનીઓએ પોતાની ક્રેડિટ પ્રોફાઈલમાં સ્થિરતા જાળવવા પોતાના મૂળ વ્યવસાય પર ધ્યાન આપવાનું ચાલુ રાખવુ પડશે. 

ઈન્વેસ્ટમેન્ટસના તબક્કા દરમિયાન કામગીરીની અપેક્ષામાં કોઈપણ નિષ્ફળતાથી કંપનીઓની ક્રેડિટ પ્રોફાઈલ જોખમાઈ શકે છે, એમ પણ એસએન્ડપી દ્વારા નોંધ કરવામાં આવી છે. 

દરમિયાન અન્ય એક રિપોર્ટમાં એસએન્ડપીએ દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં ૨૦૩૦ સુધીમાં ૧૭૦ અબજ ડોલરના ભંડોળની આવશ્યકતા રહેશે તેમ  જણાવ્યું હતું. વિમાનોની ખરીદી તથા એરપોર્ટની ક્ષમતા વધારવા આ ભંડોળની જરૂરત રહેશે. ભારત વિશ્વનું એક ઝડપથી વિકસી રહેલું ઉડ્ડયન બજાર છે.  ૨૦૩૦ સુધીમાં ઘરઆંગણે વિમાની ઊતારૂઓની અવરજવર બમણી થઈને ૩૦ કરોડ પર પહોંચવાની પણ ધારણાં મૂકવામાં આવી છે. 


Google NewsGoogle News