Get The App

ભારતનું એકમાત્ર ટેક્સ ફ્રી રાજ્ય: અહીં કમાણી ભલે કરોડોમાં હોય, કરવેરો ભરવો જરૂરી નથી

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
ભારતનું એકમાત્ર ટેક્સ ફ્રી રાજ્ય: અહીં કમાણી ભલે કરોડોમાં હોય, કરવેરો ભરવો જરૂરી નથી 1 - image


Image:Freepik

India’s Tax Free State: આજકાલ ચારેકોર 31મી જુલાઈની ડેડલાઈન આગળ વધશે કે નહિ તે અંગે ચર્ચા-વિચારણા થઈ રહી છે. આ ડેડલાઈન એક મહિનો આગળ વધશે કે નહિ તે અંગે બજારમાં વહેતી અટકળોને સરકારે નકારી છે. 31મી જુલાઈ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. આવકવેરાના દાયરામાં આવતા દરેક વ્યક્તિએ ઈન્કમ ટેક્સ એક્ટ 1916 હેઠળ ઈન્કમ ટેક્સ ભરવો અને આ રિટર્ન ફાઈલ કરવું આવશ્યક છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું પણ રાજ્ય છે જ્યાં ટેક્સ ભરવો જરૂરી જ નથી.

હા, ભારત જેવા દેશમાં પણ એક એવું રાજ્ય છે જ્યાં લોકોએ ટેક્સ ભરવો જરૂરી નથી. આ રાજ્યમાં રહેતા લોકોએ એક પણ રૂપિયો ચૂકવવાનો થતો નથી કારણકે તેઓ ટેક્સ ફ્રી રાજ્ય(Tax Free State)માં રહે છે. આ રાજ્ય ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ નથી આવતું. સૌથી મોટો સવાલ થાય, કેમ આવું ? તો આવો વિગતવાર જાણીએ તેનો જવાબ.

આ પણ વાંચો: સામાન્ય પ્રજાને એકસાથે 3 ઝટકા! જૂની પેન્શન સ્કીમ, ઈન્કમ ટેક્સ અને સોના અંગે 3 માઠાં સમાચાર

કરોડોની કમાણી પણ ટેક્સ શૂન્ય :

ભારતમાં સિક્કિમ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાંના લોકોએ ટેક્સ ચૂકવવો જરૂરી નથી. અહીં જનતા લાખો કમાય કે કરોડો રૂપિયા વાર્ષિક કમાય પરંતુ તેઓ ટેક્સ ચૂકવણીમાંથી મુક્ત છે. સવાલ છે કે સિક્કિમ (Sikkim)ના લોકોને આવકવેરા મામલે આટલી મોટી રાહત કેમ આપવામાં આવી છે? સિક્કિમ વર્ષ 1975માં ભારતમાં ભળી ગયું હતું. આ સમયે એક શરત મૂકવામાં આવી હતી કે તેઓ જૂના કાયદાને જ અપનાવવા માંગે છે. રાજ્યનો વિશેષ દરજ્જો જાળવવા માટે, સિક્કિમે આવકવેરા કાયદાની કલમ 1916 અપનાવવાનો ઇનકાર કર્યો હતો. આ શરત ભારત સરકાર દ્વારા પણ સ્વીકારવામાં આવી હતી જેના કારણે સિક્કિમ આવકવેરા અધિનિયમ 1961ની કલમ 10 (26AAA) હેઠળ ટેક્સ ફ્રી રાજ્ય છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 372 (F) મુજબ આવકવેરામાંથી છૂટ આપવામાં આવી છે.

સેક્શન 10 (26AAA) હેઠળ શું નિયમ છે ?

કલમ 10 (26AAA) હેઠળ સિક્કિમના રહેવાસી ઇન્કમ ટેક્સના દાયરામાં સામેલ નહિ કરવામાં આવે. ભારતમાં વિલીનીકરણ પહેલાના સિક્કિમના રહેવાસી હતા તેમને કલમ 10 (26AAA) હેઠળ ટેક્સમાંથી છૂટ મળે છે. કોઈપણ પ્રકારની સિક્યોરિટીમાંથી મળેલા વ્યાજ અથવા ડિવિડન્ડમાંથી થતી આવક ટેક્સ ફ્રી છે. મહત્વનું છે કે Sikkim Subjects Regulations,1961ના રજિસ્ટરમાં હોય કે ન હોય દરેક રહેવાસીને આવકવેરા કાયદાની કલમ 10(26AAA) હેઠળ મુક્તિ મળે છે.


Google NewsGoogle News