Get The App

ત્રણ મહિના બાદ ફરી મોંઘવારીમાં વધારો : ઓગસ્ટમાં રિટેલ ફુગાવો 7%, IIP ઘટ્યો

Updated: Sep 12th, 2022


Google NewsGoogle News
ત્રણ મહિના બાદ ફરી મોંઘવારીમાં વધારો : ઓગસ્ટમાં રિટેલ ફુગાવો 7%, IIP ઘટ્યો 1 - image

અમદાવાદ,તા.12 સપ્ટેમ્બર 2022,સોમવાર

ભારતમાં છેલ્લા ત્રણ મહિનાથી મોંઘવારીમાં સામાન્ય રાહત મળી રહી હતી પરંતુ ઓગસ્ટ મહિનામાં આ ટ્રેન્ડ તૂટ્યો છે. ઓગસ્ટમાં ભારતનો ગ્રાહક સ્તરનો ફુગાવો ફરી 7%ના લેવલે પહોંચ્યો છે.

સોમવારે જાહેર થયેલ આંકડા અનુસર ઓગસ્ટમાં કન્ઝયુમર પ્રાઈઝ ઈન્ડેકસ(CPI) ખાદ્ય મોંઘવારી વધતા 7%એ પહોંચ્યો છે. સરકારના ઘઉં અને બાદમાં લોટના નિકાસ પર પ્રતિબંધ લાદવા છતા જુલાઈના 6.71%ની સામે ઓગસ્ટમાં ગ્રાહક સ્તરનો ફુગાવો 7%એ પહોંચ્યો છે. ફરી એક વખત મોંઘવારીમાં વધારો અને ફેડની આક્રમક વ્યાજદર વધારાની નીતિ આગળ વધશે તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પર વ્યાજદર વધારવાનું અને અન્ય આર્થિક કડકાઈનું દબાણ વધશે.

IIP ધડામ : 

આ સિવાય સોમવારે સાંજે આવેલ આંકડા અનુસાર ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) અનુસાર ઔદ્યોગિક વૃદ્ધિ જુન મહિનામાં 12.3%થી ઘટીને 2.4% થઈ છે.


Google NewsGoogle News