દેશની રિટેલ મોંઘવારી એપ્રિલમાં 11 માસના તળિયે 4.83 ટકા, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા
Retail Inflation In April: દેશની રિટેલ મોંઘવારી એપ્રિલ માસમાં 11 માસના તળિયે પહોંચી છે. પેટ્રોલ-ડીઝલ સહિત ઈંધણના ભાવોમાં ઘટાડાના પગલે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) ફુગાવો એપ્રિલમાં 4.83 ટકા નોંધાયો છે. જે માર્ચમાં 4.85 ટકા હતો. અર્થશાસ્ત્રીઓના 4.80 ટકા અંદાજ સામે વધ્યો છે.
ખાદ્ય ચીજોના ભાવમાં વધારો નોંધાયો હોવા છતાં રિટેલ મોંઘવારી સ્થિર રહી છે. જેની પાછળનું કારણ પેટ્રોલ-ડીઝલ સહિત ઈંધણના ભાવોમાં ઘટાડો છે. ફૂડ એન્ડ બેવરેજીસની કિંમતો માર્ચમાં 7.68 ટકા સામે વધી એપ્રિલમાં 7.87 ટકા થઈ છે.
ફળોમાં મોંઘવારી વધી
ઈંધણ અને વીજનો મોંઘવારી દર ઘટી એપ્રિલમાં 4.24 ટકા નોંધાતા રિટેલ ફુગાવો સતત આઠમા મહિને આરબીઆઈની 2-6 ટકાની મર્યાદા હેઠળ નોંધાયો છે. એપ્રિલમાં ખાદ્ય ચીજોનો ફુગાવો વધી 8.70 ટકા થયો છે. જે માર્ચમાં 8.52 ટકા હતો. ફળોની કિંમતો માર્ચમાં 3.07 ટકા સામે વધી એપ્રિલમાં 5.22 ટકા થઈ છે. જો કે, શાકભાજી અને દાળોમાં મોંઘવારી ઘટી છે.
વાર્ષિક ધોરણે સીપીઆઈ ફુગાવો 4.83 ટકાની અપેક્ષા મુજબ નોંધાવો છે. ખાદ્ય ચીજો સિવાય તમામ સેગમેન્ટમાં મોંઘવારી ઘટી છે. જેથી આગામી સમયમાં વ્યાજદરોમાં કોઈ વૃદ્ધિ જોવા નહિ મળે તેવુ ટાટા એસેટ મેનેજમેન્ટના ફિક્સ્ડ ઈનકમ ફંડ મેનેજર અખિલ મિત્તલે જણાવ્યું છે.
છેલ્લા 11 માસમાં રિટેલ મોંઘવારી
માસ |
રિટેલ મોંઘવારી |
એપ્રિલ |
4.70% |
મે |
4.25% |
જૂન |
4.81% |
જુલાઈ |
7.44% |
ઓગસ્ટ |
6.83 |
સપ્ટેમ્બર |
5.02% |
ઓક્ટોબર |
4.87% |
નવેમ્બર |
5.55% |
ડિસેમ્બર |
5.69% |
જાન્યુઆરી |
5.10% |
ફેબ્રુઆરી |
5.09% |
માર્ચ |
4.85% |
એપ્રિલ |
4.83% |