Get The App

ચીને રાહત પેકેજ જાહેર કરતા ભારતીય શેરબજારમાં વિક્રમી તેજીની ચાલ રુંધાઈ

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
ચીને રાહત પેકેજ જાહેર કરતા ભારતીય શેરબજારમાં વિક્રમી તેજીની ચાલ રુંધાઈ 1 - image


- સેન્સેક્સે 85000 અને નિફ્ટીએ 26000ની સપાટી કુદાવ્યા બાદ ઉંચા મથાળે પીછેહઠ

અમદાવાદ : નવી લેવાલી પાછળ ભારતીય શેરબજારમાં આજે વિક્રમી તેજીની ચાલમાં સેન્સેક્સે અને નિફ્ટીએ અનુક્રમે ૮૫૦૦૦ અને ૨૬૦૦૦ની સપાટી કુદાવી દીધા બાદ ચીન દ્વારા રાહત પેકેજ જાહેર કર્યાના અહેવાલો પાછળ ઉંચા મથાળે નફારુપી વેચવાલી પાછળ વિક્રમી તેજીની ચાલને બ્રેક વાગી હતી.

આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં બજારમાં વિક્રમી તેજી ઉદ્દભવ્યા બાદ ચીન દ્વારા વધુ એક રાહત પેકેજ જાહેર કરાવ્યું હતું. જેમાં આઉટસ્ટેન્ડિંગ મોર્ગેજ રેટમાં ઘટાડા સહિતના અન્ય પગલાની જાહેરાત કરાઈ હતી. અગાઉ ગઈકાલે પણ ચીને શોટટર્મ વ્યાજદરમાં ઘટાડો જાહેર કર્યો હતો.

ચીનના રાહત પેકેજની જાહેરાત બાદ વિદેશી રોકાણકારોનું રોકાણ ચીન તરફ ફંટાવાની ગણતરી મુકાતી હતી. આજે બજારમાં વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી હાથ ધરાઈ હતી. તેની પાછળ ખેલાડીઓની પણ નફારૂપી વેચવાલી રહી હતી.

ઉપરોક્ત અહેવાલો પાછળ સેન્સેક્સ ઈન્ટ્રા ડે ૮૫૧૬૩ની નવી વિક્રમી સપાટીની રચના કર્યા બાદ અંતે ૧૪.૫૭ પોઈન્ટ ઘટીને ૮૪૯૧૪ની સપાટીએ અને નિફ્ટી ઈન્ટ્રા ડે ૨૬૦૧૧ની વિક્રમી સપાટી રચ્યા બાદ અંતે ૧.૩૫ વધીને ૨૫૯૪૦ની સપાટીએ બંધ રહ્યો હતો.


Google NewsGoogle News