Get The App

દેશની ઔદ્યોગિક ગતિવિધિઓ માર્ચની તુલનાએ મંદ પડી, એપ્રિલમાં મેન્યુફેક્ચરિંગ PMI 58.8 થયો

Updated: May 2nd, 2024


Google NewsGoogle News


દેશની ઔદ્યોગિક ગતિવિધિઓ માર્ચની તુલનાએ મંદ પડી, એપ્રિલમાં મેન્યુફેક્ચરિંગ PMI 58.8 થયો 1 - image

Manufacturing PMI In April: દેશની મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ માસિક ધોરણે એપ્રિલમાં ઘટી છે. મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ માર્ચમાં 59.1ની 16 વર્ષની ટોચેથી એપ્રિલમાં નજીવો ઘટી 58.8 થયો છે.

એચએસબીસી પર્ચેસિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI)ના આંકડા અનુસાર, એપ્રિલમાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ 58.8 નોંધાયો છે. જે માસિક ધોરણે ઘટ્યો છે પરંતુ 50થી વધુ નોંધાતા દેશની મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ પુરજોશમાં કામગીરી કરી રહી છે. ઉલ્લેખનીય છે, પીએમઆઈ 50થી વધુ ઔદ્યૌગિક ગતિવિધિઓમાં વિસ્તરણ અને 50થી ઓછો પીએમઆઈ સંકોચન દર્શાવે છે.

છેલ્લા સાડા ત્રણ વર્ષમાં સૌથી ઝડપી ગ્રોથ

એપ્રિલમાં ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નજીવો સ્લોડાઉન નોંધાયા બાદ પ્રથમ ત્રિમાસિકમાં સેક્ટર મજબૂત ગ્રોથ સાથે આગળ વધી રહ્યું હોવાનું એચએસબીસી પીએમઆઈના આંકડા જણાવે છે. મજબૂત માગ, તેમજ નવા બિઝનેસમાં ગ્રોથ અને ઉત્પાદનમાં વિસ્તરણના પગલે તેમાં છેલ્લા સાડા ત્રણ વર્ષ બાદ સૌથી ઝડપી ગ્રોથ જોવા મળી રહ્યો છે.

એચએસબીસીના ચીફ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ પ્રાંજલ ભંડારીએ જણાવ્યું હતું કે, એપ્રિલનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ સાડા ત્રણ વર્ષમાં બીજો સૌથી ઝડપી સુધારો દર્શાવે છે. મજબૂત માગ, ઉત્પાદનમાં વૃદ્ધિ તેમજ માર્ચની રેકોર્ડ હાઈ બાદ નજીવો ઘટાડો આગામી સમય માટે પોઝિટીવ આઉટલૂક દર્શાવે છે. પરિણામે ભરતીનું પ્રમાણ વધવાની શક્યતા છે.

ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધિ પડકાર ઉભો કરી શકે

મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓમાં વૃદ્ધિના સંકેતો વચ્ચે કોસ્ટ પ્રેશર અર્થાત ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધિ મોટો પડકાર ઉભો કરી રહી છે. જાન્યુઆરીથી એલ્યુમિનિયમ, પેપર, પ્લાસ્ટિક, સ્ટીલ સહિતના રો મટિરિયલ્સના ભાવો વધી રહ્યા છે. જેના લીધે ઉત્પાદન ખર્ચ અને શ્રમ ખર્ચ વધ્યો છે. પરિણામે ભારતીય ઉત્પાદકોએ એપ્રિલમાં વેચાણ કિંમતો વધારી હતી. જો કે, નવા ઓર્ડર્સમાં વૃદ્ધિના કારણે પીએમઆઈ પોઝિટીવ નોંધાયો છે.


  દેશની ઔદ્યોગિક ગતિવિધિઓ માર્ચની તુલનાએ મંદ પડી, એપ્રિલમાં મેન્યુફેક્ચરિંગ PMI 58.8 થયો 2 - image


Google NewsGoogle News