Get The App

નેધરલેન્ડ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં ભારતની નિકાસ વધી

- ઓગસ્ટ (૩.૮ ટકા) અને ઓક્ટોબર (૬.૨ ટકા)માં ભારતની કુલ નિકાસ હકારાત્મક રીતે વધી જે પરિવર્તનના સંકેત સમાન

- ચીનમાં સુસ્ત રહેલું શિપમેન્ટ

Updated: Nov 18th, 2023


Google News
Google News
નેધરલેન્ડ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં ભારતની નિકાસ વધી 1 - image


નવી દિલ્હી : નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ સાત મહિનામાં (એપ્રિલ-ઓક્ટોબર) ભારતની નિકાસ વધારવામાં નેધરલેન્ડ, બ્રિટન અને ઓસ્ટ્રેેલિયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ત્રણ દેશોના કારણે ભારતનો ટોપ ૧૦ નિકાસ સ્થળોમાં સમાવેશ થયો છે.

વાણિજ્ય મંત્રાલયના પ્રારંભિક ડેટા અનુસાર, ભારતના ટોચના ૧૦ નિકાસ ગંતવ્ય દેશોમાંથી મોટા ભાગની નિકાસ નકારાત્મક ઝોનમાં રહી છે. ૦.૮ ટકાની વૃદ્ધિ સાથે આ સમયગાળા દરમિયાન ચીનમાં શિપમેન્ટ સુસ્ત રહ્યું હતું.

ઓગસ્ટ (૩.૮ ટકા) અને ઓક્ટોબર (૬.૨ ટકા)માં ભારતની કુલ નિકાસ હકારાત્મક રીતે વધી છે. વાણિજ્ય મંત્રાલયે આ વધારાને પરિવર્તનનો સંકેત ગણાવ્યો છે. જોકે, એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન નિકાસમાં ૭ ટકાનો ઘટાડો થયો છે.

ગયા મહિને, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને વર્ષ ૨૦૨૩ માટે વ્યાપારી નિકાસ માટે વૃદ્ધિ અનુમાન અડધાથી વધુ ઘટાડી દીધું હતું. ઉ્ર્ંએ એપ્રિલમાં ૧.૭ ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો પરંતુ માલસામાનના વેપારમાં સતત ઘટાડાને કારણે તેણે ગયા મહિને ૦.૮ ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. જોકે, વર્લ્ડ ટ્રેડ બોડીએ ૨૦૨૪ માટે તેના વ્યાપારી માલ વૃદ્ધિ અનુમાનને ૩.૨ ટકાથી સહેજ વધારીને ૩.૩ ટકા કર્યો છે.

જોકે, ઓક્ટોબરના અલગ આંકડા ઉપલબ્ધ નથી પરંતુ એપ્રિલ-સપ્ટેમ્બરના અલગ આંકડા ઉપલબ્ધ છે. આ મુજબ, ભારતે મુખ્યત્વે પેટ્રોલિયમ ઉત્પાદનો (૨.૮ બિલિયન ડોલર) અને છૂટક વેચાણ માટે દવાઓ (૧૮૮ મિલિયન ડોલર) ઓસ્ટ્રેલિયાને નિકાસ કરી હતી.

એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન યુકેમાં ભારતની મુખ્ય નિકાસ પેટ્રોલિયમ ઉત્પાદનો (૭૪૩ મિલિયન ડોલર), સ્માર્ટફોન (૪૯૪ મિલિયન ડોલર), છૂટક વેચાણ માટે ફાર્માસ્યુટિકલ્સ (૨૬૧ મિલિયન ડોલર) અને ટર્બો જેટ્સ (૨૧૧ મિલિયન ડોલર) હતી. યુરોપિયન યુનિયનને માલ મોકલવામાં નેધરલેન્ડ્સે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

રશિયા-યુક્રેન યુદ્ધ પછી યુરોપિયન દેશોએ ભારતમાંથી ૫.૬ બિલિયન ડોલરના પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરી હતી. આ ઉપરાંત, સ્માર્ટફોન (૪૮૪ મિલિયન ડોલર), છૂટક વેચાણ માટેની દવાઓ (૧૬૧.૫ મિલિયન ડોલર) અને એલ્યુમિનિયમની (૧૫૯ મિલિયન ડોલર) નેધરલેન્ડ્સમાં નિકાસ કરવામાં આવી હતી.


Tags :
India-exports-increased

Google News
Google News