Get The App

ભારતનો ખાસ મિત્ર અમેરિકા કે ચીન? જુઓ વેપારમાં કોણ આગળ, આ આંકડાએ સૌને ચોંકાવ્યા

Updated: May 12th, 2024


Google NewsGoogle News
ભારતનો ખાસ મિત્ર અમેરિકા કે ચીન? જુઓ વેપારમાં કોણ આગળ, આ આંકડાએ સૌને ચોંકાવ્યા 1 - image
Image Twitter 

Indias Largest Trading Partner: ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર (Indian Economy)છે અને આ સાથે વિશ્વના તમામ દેશો સાથે તેનો વેપાર વધી રહ્યો છે. વ્યાપારમાં ભાગીદારીના મામલે અત્યાર સુધી યુએસ સૌથી મોટો બિઝનેસ પાર્ટનરશિપ રહ્યો છે, પરંતુ નાણાકીય વર્ષ 2023-24માં આ ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હકીકતમાં ગયા વર્ષે અમેરિકા નહીં, પરંતુ ડ્રેગન (ચીન) ભારતનું સૌથી મોટું બિઝનેસ પાર્ટનર બન્યું હતું. ઈકોનોમિક થિંક ટેન્ક GTRI ના આંકડા પ્રમાણે બંને દેશો વચ્ચે 118.4 બિલિયન ડોલરનો વેપાર થયો છે, જ્યારે અમેરિકા આ ​​મામલે બીજા નંબર પર છે.

ચીનમાં ભારતની નિકાસમાં વાર્ષિક 8%નો વધારો

GTRI દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24માં ભારત અને ચીન વચ્ચે આયાત-નિકાસ 118.4 અરબ ડોલર રહ્યો હતો. જેમા ગયા નાણાકીય વર્ષ દરમિયાન ચીનમાં ભારતની નિકાસ વાર્ષિક ધોરણે જોઈએ તો 8.7 ટકાથી વધીને 16.67 અબજ ડોલર પર પહોંચી ગયો છે. જો આપણે ચીનમાં નિકાસ કરવામાં આવતી ચીજવસ્તુઓની યાદી જોઈએ તો તેમાં સૌથી વધુ આયર્ન ઓર, સુતરના દોરા, કપડાં, મેડઅપ્સ, હેન્ડલૂમ, મસાલા, ફળો અને શાકભાજી, પ્લાસ્ટિક અને લિનોલિયમનો સમાવેશ થાય છે.

ચીનમાંથી ભારતે શું શું ખરીદ્યુ?

રિપોર્ટ પ્રમાણે ચીન પાસેથી ભારતે કરેલી આયાતની (India's Import From China)વાત કરીએ તો તેમાં પણ વધારો થયો છે. નાણાકીય વર્ષ 2023-24માં ભારત દ્વારા ચીન પાસેથી સામાનની આયાતમાં 3.24 ટકાનો વધારો થયો છે અને તે $101.7 બિલિયનના સ્તરે પહોંચી ગઈ છે. ચીનથી ભારતમાં આવતાં સામાનમાં મુખ્યત્વે ઈલેક્ટ્રોનિક સામાન, પરમાણુ રિએક્ટર, બોઈલર, ઓર્ગેનિક કેમિકલ, પ્લાસ્ટિકનો સામાન, ખાતર, ઓટોમોબાઈલ સામાન, કેમિકલ પ્રોડેક્ટસ, આયર્ન તથા સ્ટીલ, લોખંડ અને સ્ટીલનો સામાન અને એલ્યુમિનિયમનો સમાવેશ થાય છે.

અમેરિકા સાથેના વેપારમાં આટલો ઘટાડો

આર્થિક થિંક ટેન્ક GTRIના ડેટા મુજબ ભારત અને ચીન વચ્ચેનો વેપાર 118.4 અરબ ડોલર રહ્યો છે, જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 118.3 અરબ ડોલર રહ્યો છે અને આ આંકડા સાથે અમેરિકા પ્રથમ નંબરથી ખસીને બીજા સ્થાને સરકી ગયો છે. નાણાકીય વર્ષ 2020-21 હોય કે, નાણાકીય વર્ષ 2022-23 અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બની રહ્યું. ગયા નાણાકીય વર્ષે ભારતની અમેરિકામાં નિકાસ 1.32 ટકા ઘટીને $77.5 બિલિયન પર આવી ગયો હતો, જ્યારે આયાત લગભગ 20 ટકા ઘટીને $40.1 બિલિયન પર આવી ગયો હતો.

છેલ્લા પાંચ વર્ષમાં બદલાયો વ્યાપાર 

GTRIના આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2019 થી 2024 દરમિયાન ભારતના ટોચના-15 વેપાર ભાગીદારોમાં વ્યાપારમાં ખાસો ફેરફાર જોવા મળ્યો હતો. તેની અસર આયાત અને નિકાસ બંને આંકડા પર જોવા મળી છે. જ્યારે આ પાંચ વર્ષ દરમિયાન ચીનમાં નિકાસમાં 0.6 ટકાનો થોડો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચીનમાંથી આયાતમાં વધારો જોવા મળ્યો છે, જે $16.75 બિલિયનથી ઘટીને $16.66 બિલિયન પર પહોંચી ગયો છે.


Google NewsGoogle News