Get The App

ભારતના પ્રયાસોને ન મળી સફળતા, ક્રૂડ ઓઈલની ખરીદી પર કોઈ રૂપિયામાં પેમેન્ટ લેવા તૈયાર નહીં, સરકારે આપી માહિતી

ક્રૂડ ઓઈલની આયાતમાં કોઈ રૂપીયામાં પેમેન્ટ લેવા તૈયાર નહિ, પેટ્રોલિયમ મંત્રાલયએ આપી જાણકારી

RBIએ ભારતીય રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માટે 11 જુલાઈ 2022એ રૂપિયામાં આયાત અને નિકાસ કરવાની મંજુરી આપી હતી

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
ભારતના પ્રયાસોને ન મળી સફળતા, ક્રૂડ ઓઈલની ખરીદી પર કોઈ રૂપિયામાં પેમેન્ટ લેવા તૈયાર નહીં, સરકારે આપી માહિતી 1 - image


Crude Oil Import: ક્રૂડ ઓઈલની આયાત માટે રૂપિયામાં ચૂકવણી કરવાની ભારતની પહેલને અત્યાર સુધી બહુ સફળતા મળી નથી. સંસદની સ્થાયી સમિતિને આ માહિતી આપતા પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું કે સપ્લાયર્સે ભંડોળના પ્રત્યાવર્તન ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આંતરરાષ્ટ્રીય વેપાર પરંપરા હેઠળ, ક્રૂડ ઓઈલની આયાત માટેના તમામ કરારની ચુકવણી માટે પ્રચલિત ચલણ યુએસ ડોલર છે. જો કે RBIએ ભારતીય રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માટે 11 જુલાઈ 2022એ રૂપિયામાં આયાત અને નિકાસ કરવાની મંજુરી આપી હતી. જે અંતર્ગત અમુક દેશો સાથે બિન-તેલ વેપારમાં સફળતા મળી છે. પરંતુ ક્રૂડ ઓઈલ નિકાસકારો રૂપિયાથી દુર થઇ રહ્યા છે. 

ક્રૂડ ઓઈલની આયાત માટે પેમેન્ટ રૂપિયામાં નહિ 

પેટ્રોલિયમ મંત્રાલય સંબંધિત સંસદીય સમિતિએ આ બાબતે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2022-23 દરમ્યાન જાહેર પેટ્રોલિયમ કંપનીએ ભારતીય રૂપિયામાં ક્રૂડ ઓઈલની આયાત માટે કોઈ ચુકવણી કરી નથી. ક્રૂડ ઓઈલ સપ્લાય કરતા દેશોએ નાણાંને પસંદગીની કરન્સીમાં રૂપાંતરિત કરવા, સંબંધિત ઉચ્ચ વ્યવહાર ખર્ચ અને વિનિમય દરના જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ક્રૂડ ઓઈલ માટે ભારતીય રૂપિયામાં થઇ શકે છે ચુકવણી 

ગયા અઠવાડિયે સંસદમાં રજૂ કરાયેલી સમિતિના અહેવાલના ઉલ્લેખ મુજબ જહેત ક્ષેત્રની ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને કહ્યું કે તેને ઉચ્ચ વ્યવહાર ખર્ચનો સામનો કરવો પડ્યો છે કારણ કે ક્રૂડ ઓઇલના સપ્લાયરો IOC પર વધારાના વ્યવહાર ખર્ચનો બોજ ઉઠાવી રહ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, ક્રૂડ ઓઈલ માટે ચૂકવણી ભારતીય રૂપિયામાં કરી શકાય છે, જો કે સપ્લાયર્સ આ સંદર્ભમાં નિયમનકારી માર્ગદર્શિકાનું પાલન કરે. આ ઉપરાંત મંત્રાલયે જણાવ્યું કે હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ ભારતીય ચલણમાં ક્રૂડ ઓઈલ ખરીદવા માટે કોઈ કરાર કર્યા નથી.

ભારત હાલ છે દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો ઉર્જા ગ્રાહક 

ભારત દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો ઉર્જા ગ્રાહક છે તેમજ તેની મોટાભાગની જરૂરિયાતો પૂરી કરવા માટે આયાત પણ આધારિત છે. મંત્રાલય તરફથી મળતી જાણકારી મુજબ ભારતની ખપત પ્રતિ દિવસ લગભગ 55-56 લાખ બેરલ છે. જેમાંથી રોજ 46 લાખ બેરલની આયાત કરવામાં આવે છે, જે દુનિયામાં કુલ તેલ વેપારના લગભગ 10 ટકા છે. 

ભારતના પ્રયાસોને ન મળી સફળતા, ક્રૂડ ઓઈલની ખરીદી પર કોઈ રૂપિયામાં પેમેન્ટ લેવા તૈયાર નહીં, સરકારે આપી માહિતી 2 - image


Google NewsGoogle News