ભારતીયોને થાઈલેન્ડ જવા માટે હવે વિઝાની જરૂર નહીં, 6 મહિના સુધી આપી છૂટ
ભારત અને તાઇવાનથી આવનારા લોકો વિઝા વગર થાઈલેન્ડમાં મેળવી શકે છે પ્રવેશ
થાઈલેન્ડ દ્વારા ટુરિસ્ટ માટે વિઝાના નિયમમાં કરવામાં આવ્યા ફેરફાર
Thailand Tour: હવે ભારતથી થાઈલેન્ડ જતા ટુરિસ્ટ માટે એક ખુશ ખબર છે. ભારતથી થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નથી. જેમાં થાઈલેન્ડની સરકારે જણાવ્યું છે કે હવે ભારત અને તાઇવાનથી આવનારા ટુરિસ્ટને વિઝા લેવાની જરૂરિયાત નથી. આ છૂટ આવતા મહિનાથી મે 2024 સુધી આપવામાં આવી છે.
થાઈલેન્ડ માટે ભારત ચોથા નંબરનું સૌથી મોટું ટુરિઝમ માર્કેટ
થાઈલેન્ડ માટે ભારત ચોથા નંબરનું સૌથી મોટું ટુરિઝમ માર્કેટ છે. પ્રથમ ત્રણની વાત કરીએ તો તેમાં મલેશિયા, ચીન અને સાઉથ કોરિયાનો સમાવેશ થાય છે. તેથી આ નિર્યણ બાબતે થાઈ સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે વેકેશનમાં વધુ પ્રમાણમાં ટુરિસ્ટને આકર્ષવા માટે થાઈલેન્ડે હાલ માટે વિઝા પ્રક્રિયામાં છૂટ આપી છે. જેમાં ભારત સાથે તાઇવાનના નાગરિકો માટે પણ થાઈલેન્ડની ટ્રીપ વિઝા ફ્રી રહેશે. આ વર્ષે થાઈલેન્ડનું લક્ષ્ય 28 મિલિયન ટુરિસ્ટનું છે.
થાઈલેન્ડ વિઝા માટે ભારતીયો ચુકવે છે 2000 ભાટ
હાલમાં, ભારતના પ્રવાસીઓએ 2-દિવસના થાઈલેન્ડ વિઝા માટે 2000 ભાટ (લગભગ $57) ચૂકવવા પડે છે. થાઈલેન્ડની નવી સરકાર આવતા વર્ષે વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધારીને 3.3 ટ્રિલિયન ભાટ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે. બેંક ઓફ થાઈલેન્ડના ડેટા અનુસાર, ટુરિઝમનું થાઈલેન્ડની જીડીપીમાં લગભગ 12 ટકા અને નોકરીઓમાં લગભગ પાંચમા ભાગનું યોગદાન છે.
30 દિવસ સુધી વગર વિઝાએ ફરી શકાશે થાઈલેન્ડ
થાઈલેન્ડ સરકારનું કહેવાનું છે કે ભારત અને તાઇવાનથી આવનારા લોકો વગર વિઝાએ 30 દિવસ સુધી થાઈલેન્ડ ફરી શકે છે. આ સુવિધાનો ફાયદો 10 નવેમ્બરથી 10 મે સુધી મળશે.