લગ્ન સમારંભો પણ અર્થતંત્રને ફૂલગુલાબી રાખે છે, દેશમાં એક લગ્ન પર સરેરાશ રૂ. 12 લાખનો ખર્ચ
Wedding Industry Boost Economy: ભારતમાં લગ્ન એ જીવનની સૌથી મોટી ઇવેન્ટ છે, જેથી દરેક પરિવાર લગ્નમાં ખૂબ નાણા ખર્ચે છે. જેના કારણે દેશની અર્થવ્યવસ્થાને વેગ મળે છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં વેડિંગ ઇન્ડસ્ટ્રી લગભગ $130 બિલિયન (રૂ. 10 લાખ કરોડ) સુધી પહોંચી ગઈ છે. ખાણીપીણી અને ગ્રોસરી માર્કેટ બાદ વેડિંગ ઇન્ડસ્ટ્રી બીજા નંબરનું સૌથી મોટું બજાર બની ગયું છે. લગ્નો હવે વૈભવી બની ગયા હોવાથી અનેક ઉદ્યોગોના લોકોને રોજગાર મળી રહે છે.
ભારતની વેડિંગ ઇન્ડસ્ટ્રીનું કદ અમેરિકન માર્કેટ કરતા બમણું
ભારતીય વેડિંગ ઈન્ડસ્ટ્રી પર રિપોર્ટ જાહેર કરનાર એક કેપિટલ માર્કેટ ફર્મ મુજબ ભારતની વેડિંગ ઇન્ડસ્ટ્રીનું કદ અમેરિકન માર્કેટ કરતા બમણું છે પરંતુ ચીનના માર્કેટ કરતા ઓછું છે. એવામાં જાણીએ કે લાખો લગ્નોથી કરોડો અને અબજોનો બિઝનેસ કેવી રીતે થાય છે અને કયા ઉદ્યોગોને કેટલો ફાયદો થાય છે.
એક લગ્નમાં સાડા 12 લાખનો ખર્ચ
કેપિટલ માર્કેટ ફર્મે લહણ પર થતા વિવિધ ખર્ચાઓ પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં જ્વેલરીથી લઈને કેટરિંગ ઈન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે. એક અનુમાન મુજબ ભારતમાં યોજાતા દરેક લગ્ન પર લગભગ રૂ. 12.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, જે ભારતની જીડીપીના લગભગ પાંચ ગણો એટલે કે રૂ. 2.4 લાખ છે. તેમજ આ ખર્ચ એન્યુઅલ હાઉસહોલ્ડ ઇન્કમથી ત્રણ ગણો છે. આ ઉપરાંત અન્ય દેશની સરખામણીમાં ભારતીયો લગ્નમાં સૌથી વધુ ખર્ચ કરે છે.
લક્ઝરી વેડિંગમાં રૂ. 20-30 લાખના ખર્ચનો અંદાજ
દેશમાં લક્ઝરી વેડિંગમાં રૂ. 20-30 લાખની આસપાસ ખર્ચ થાય છે. મોટાભાગની રકમ હોટેલ, કેટરિંગ, ડેકોરેશન અને એન્ટરટેનમેન્ટ પાછળ ખર્ચવામાં આવે છે. જેમાં જ્વેલરી, કપડા અને મુસાફરી ખર્ચ સામેલ નથી. તેમજ જ જો પરિવાર સમૃદ્ધ હોય તો ડેસ્ટિનેશન વેડિંગ પર પણ વધુ ખર્ચ કરે છે.
એક લગ્નના કારણે આટલી ઈન્ડસ્ટ્રીને ફાયદો
દરેક લગ્નમાં સૌથી વધુ ખર્ચ જ્વેલરી પર થાય છે. જેના કારણે આ ઈન્ડસ્ટ્રીને લગ્ન સીઝન દરમિયાન 35-40 ટકા આવક મળી રહે છે. ત્યારબાદ કેટરિંગ ઈન્ડસ્ટ્રીને 24-26 ટકા, ઇવેન્ટ પ્લાનિંગ ઈન્ડસ્ટ્રીને 18-20 ટકા, ફોટોગ્રાફી 10-12 ટકા, કાપડ ઉદ્યોગને 9-10 ટકા, ડેકોરેશન ઈન્ડસ્ટ્રીને પણ 9-10 ટકા આવક મળી રહે છે.
પીએમની દેશમાં જ લગ્ન કરવાની અપીલ
ગઈ લગ્ન સિઝનમાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા આપવામાં આવતા ડેટા મુજબ 50 હજાર જેટલા લગ્ન એવા હતા કે જેનો ખર્ચ એક કરોડથી વધુ હતો. આથી જો લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે અન્ય દેશમાં જાય છે તો દેશની અર્થવ્યવસ્થા પણ નબળી પડે છે. આથી પીએમ મોદીને દેશમાં જ લગ્ન કરવાની અપીલ કરી હતી.