Get The App

ભારતીય શેરબજારો 2024માં વોલેટાઈલ રહેશે, ચાર મુખ્ય કારણ જવાબદાર, સમજીને રોકાણ કરવું જરૂરી

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
ભારતીય શેરબજારો 2024માં વોલેટાઈલ રહેશે, ચાર મુખ્ય કારણ જવાબદાર, સમજીને રોકાણ કરવું જરૂરી 1 - image


Indian Stock Market: ભારતીય શેરબજારની ભારે વોલેટિલિટીના પગલે નાના અને રિટેલ રોકાણકારો ચિંતિંત બન્યા છે. તેઓ માને છે કે, 4 જૂને લોકસભા ચૂંટણીના અપેક્ષિત પરિણામોથી બજાર ઉંચકાવવાની સંભાવનાઓ મોટા ભાગના રોકાણકારો સેવી રહ્યા છે. પરંતુ શેરબજારના પાછલા ટ્રેન્ડને જોતાં આ વર્ષ 2024 દરમિયાન વોલેટિલિટીનો ટ્રેન્ડ જારી રહેવાની શક્યતા છે.ચાર મુખ્ય પરિબળોના કારણે ચાલુ કેલેન્ડર વર્ષમાં વોલેટિલિટીનો માહોલ જળવાઈ રહેશે. જેથી સામાન્ય રોકાણકારોએ વધ્યા મથાળેથી પ્રોફિટ બુક કરતાં રહેવાની સલાહ છે.

1. લોકસભા ચૂંટણીની સીધી અને આડકતરી અસર

લોકસભા ચૂંટણીના પગલે વોલેટિલિટી ઈન્ડેક્સ પણ 22.75થી 24.52ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. જે શેરબજારમાં મોટી વધ-ઘટનો સંકેત આપે છે. છેલ્લા બે માસમાં સેન્સેક્સ 71816-76009ની હાઈ-લો રેન્જમાં ટ્રેડ થયો છે. જે 4193 પોઈન્ટની વોલેટિલિટી દર્શાવે છે.

2. અમેરિકન પ્રમુખપદની ચૂંટણીની પણ અસરો

ચાલુ કેલેન્ડર વર્ષના અંતમાં નવેમ્બરમાં અમેરિકામાંપ્રમુખપદની ચૂંટણી થવાની છે. દર ચાર વર્ષે યોજાતા આ ઈલેક્શન દરમિયાન નિફ્ટી-50માં ભારે સંકોચન જોવા મળે છે. અમેરિકાની મહત્વની ઈવેન્ટ ભારતીય શેરબજાર પર અસર કરે છે.

ભારતીય શેરબજારો 2024માં વોલેટાઈલ રહેશે, ચાર મુખ્ય કારણ જવાબદાર, સમજીને રોકાણ કરવું જરૂરી 2 - image

3. લીપ યરની અસર

દર ચાર વર્ષે શેરબજારને બેલેન્સ કરતાં વોલેટિલિટી જોવા મળી છે. લગભગ છેલ્લા બે દાયકાથી લીપ યરમાં શેરબજારમાં 25થી 35 ટકા વોલેટિલિટી જોવા મળે છે. 2008ની મંદી અને 2020માં કોવિડ મહામારીના કારણે વોલેટિલિટીનો દર ઉંચો રહ્યો હતો. ગ્રાફ પરથી સમજી શકાય છે કે, ભારતની લોકસભા ચૂંટણીની શરૂઆતમાં અને અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના અંતિમ તબક્કામાં માર્કેટમાં ભારે વોલેટિલિટી રહે છે.

લીપ યર્સ ઈફેક્ટઃ

દર ચાર વર્ષે શેરબજારમાં વધ-ઘટ

વર્ષહાઈલોઘટાડોઘટાડો%
19961,203.00775.43427.5735.54
20001,818.151,108.20709.9539.05
20042,014.681,292.20722.4835.86
20086,357.102,252.754,104.3564.56
20126,338.504,588.051,750.4527.62
20169,120.006,825.802,294.2025.16
202012,430.507511.14,919.4039.58
202422,124.15???


2024ના ન્યુમેરોલોજિકલ અસર

2024ની ન્યુમેરોલોજિકલ વેલ્યૂ (શુભ અંક) 2 + 0 + 2 + 4 = 8 છે. 8 અંક શનિ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. જે નાણાકીય બજારમાં વોલેટિલિટી રહેવાનો અંદાજ આપે છે.

ભારતીય શેરબજારો 2024માં વોલેટાઈલ રહેશે, ચાર મુખ્ય કારણ જવાબદાર, સમજીને રોકાણ કરવું જરૂરી 3 - image

ઈન્ડિયાVIXમાં સતત ઉછાળો

VIX એ ફિયર ઈન્ડેક્સ તરીકે ઓળખાય છે. જેમાં ઉછાળો માર્કેટ માટે મંદી અને ઘટાડો તેજીનો સંકેત આપે છે. હાલ, ઈન્ડિયા VIX ઈન્ડેક્સ રેકોર્ડ ટોચ (26.20)ની નજીક પહોંચ્યો છે. જે ભારે વોલેટિલિટી સાથે મંદી વધવાનો સંકેત આપે છે.

ભારતીય શેરબજારો 2024માં વોલેટાઈલ રહેશે, ચાર મુખ્ય કારણ જવાબદાર, સમજીને રોકાણ કરવું જરૂરી 4 - image

આ સ્થિતિમાં કોને વિપરિત અસર થાય છે?

માર્કેટ વોલેટાઈલ હોવું તે સામાન્ય રોકાણકારો કે ટ્રેડર્સ માટે સારી સ્થિતિ નથી કારણ કે, તેઓ મોટા ભાગે ખરીદી હોલ્ડ કરતાં હોય છે. માર્કેટની અસ્થિરતા નાના રોકાણકારો માટે જોખમી છે.

આ સ્થિતિમાં કોના માટે લાભદાયી છે?

ટેક્નિકલ ટ્રેડર્સ અને ખાસ કરીને ઓપ્શન ટ્રેડર્સ માટે ખાસ લાભદાયી છે. ઓપ્શન ટ્રેડર્સટેક્નિકલ એનાલિસિસની મદદથી આ સ્થિતિનો ફાયદો ઉઠાવી લે છે.

તો આવી સ્થિતિમાં રોકાણની સ્ટ્રેટેજી શું હોઈ શકે?

આ પ્રકારની સ્થિતિમાં અનુભવી અને નિષ્ણાતની મદદથી રોકાણ કિંમત પર મળતો નફો તુરંત બુક કરવા પર ફોકસ કરી શકો છો. જ્યારે લાંબાગાળાના રોકાણકારો રોકાણ હોલ્ડ કરી શકે છે.

- કિરણ બનજારા

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.

ભારતીય શેરબજારો 2024માં વોલેટાઈલ રહેશે, ચાર મુખ્ય કારણ જવાબદાર, સમજીને રોકાણ કરવું જરૂરી 5 - image


Google NewsGoogle News