શેરબજારમાં બ્લેક મંડે : સેન્સેક્સ 826 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 8 લાખ કરોડનું નુકસાન

નિફ્ટી પણ 260 પૉઇન્ટ તુટ્યો, મોટા ભાગના શેરો પર લાલ માર્ક જોવા મળ્યો

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
શેરબજારમાં બ્લેક મંડે : સેન્સેક્સ 826 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 8 લાખ કરોડનું નુકસાન 1 - image


Stock Market Closing Update Today : ભારતના આજે કારોવારી સત્ર માટે Black Monday સાબિત થયો છે. વિદેશી રોકાણકારોની વેચવાલીથી બજારમાં ભારે ગિરાવટ જોવા મળી હતી. આ સતત ચોથું સત્ર છે જ્યારે બજારમાં ઘટાડો જોવા મળ્યો છે.  દિવસના અંતે માર્કેટ સેન્સેક્સ 800થી પણ વધુ પૉઇન્ટ નીચે બંધ રહ્યું હતુ. આજે શેર બજારમાં BSE ઇન્ડેક્સ સેન્સેક્સ 1.26 ટકાના ઘટાડા સાથે 825.74 પૉઇન્ટ નીચે પટકાયો અને 64,571.88ના સ્તરે બંધ રહ્યો હતો. એજ રીતે જો આજે નિફ્ટી વાત કરવામાં આવે તો 0.34 ટકાના ઘટાડા સાથે 260.90ની નીચે રહ્યો અને 17,281.75ના સ્તરે બંધ થયો હતો. 

રોકાણકારોના 8 લાખ કરોડ ધોવાયા 

આજના બજારમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE માર્કેટ કેપ રૂ. 311.30 લાખ કરોડ થયું હતું જે અગાઉના વેપારમાં રૂ. 318.89 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ.7.60 લાખ કરોડનું નુકસાન થયું છે.

મોટા ભાગના શેરો પર લાલ માર્ક જોવા મળ્યો 

આજના માર્કેટમાં 3990 શેરોમાંથી 3188 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. જયારે 644 શેરમાં વધારો જોવા મળ્યો હતો. ઉપરાંત 158 શેરના દરમાં કોઈ ફેરફાર થયો ન હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેરોમાં લાલ માર્ક જોવા મળ્યું હતું. જ્યારે નિફ્ટીના 50 શૅરમાંથી 48 શેરોમાં લાલ માર્ક જોવા મળ્યું. જે દર્શાવે છે આજે કારોબારીની સ્થિતિમાં કોહરામ મચી ગયો હતો.


Google NewsGoogle News