Stock Market Closing : શેરબજાર ઐતિહાસિક ટોચે બંધ, સેન્સેક્સ પહેલીવાર 72,000ને પાર
સેન્સેક્સ 701ના વધારા સાથે 72038 પર થયું બંધ
નિફ્ટી 213ના વધારા સાથે 21654 પર બંધ
ભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી છે, જેને લઈને બજારના તમામ મુખ્ય ઈન્ડેક્સ ઐતિહાસિક ઊંચાઈએ જઈને બંધ થયા છે. સેન્સેક્સ 72,000ના આંકડાને પાર જવામાં સફળ થયું છે તો નિફ્ટી 21,675 પોઈન્ટની નવી ઉંચાઈ પર પહોંચ્યું. બેંક નિફ્ટી પણ નવા ઉંચાઈને પહોંચવામાં સફળ થઈ છે. આજનો વેપાર પૂર્ણ થયા પર BSE સેન્સેક્સ 701 પોઈન્ટના ઉછાળા સાથે 72,038 અને NSEનું નિફ્ટી 206 પોઇન્ટના ઉછાળા સાથે 21,647 પોઈન્ટ પર બંધ થયું છે.
સેક્ટરના હાલ
આજનો વેપારમાં બેન્કિંગ સ્ટોક્સમાં ખરીદીને લઈને 600 પોઈન્ટથી વધુ ઝડપ જોવા મળી અને બેન્ક નિફ્ટી 48,347ના નવા હાઈ પર જઈ પહોંચ્યો. બેન્ક નિફ્ટી 1.17 ટકા અથવા 557 પોઈન્ટના ઉછાળા સાથે 48,282 પોઈન્ટ પર બંધ થયો છે. આ સિવાય ઓટો, આઈટી, મેટલ્સઈન્ફ્રા, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, હેલ્થકેર સેક્ટરના સ્ટોક્સમાં ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી સેક્ટરના શેરોમાં ઘટાડો રહ્યો. આજના વેપારમાં પણ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરમાં 27 શેર તેજી સાથે અને 3 ઘટાડા સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરમાંથી 40 શેર તેજી સાથે અને 10 ઘટાડા સાથે બંધ થયા.