કર્ણાટક એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન જપ્ત થઈ શકે એમ હતું, છેવટે રેલવેએ કેટરરને ચૂકવ્યા રૂ. 36.50 લાખ

અરજદારે કોર્ટ પાસેથી કર્ણાટક એક્સપ્રેસ (ટ્રેન નંબર 12628) ના એન્જિન સહિત સ્ટેશન માસ્ટરના રુમનું ફર્નિચર, એસી વગેરે જપ્ત કરવા અરજી કરી હતી

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
કર્ણાટક એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન જપ્ત થઈ શકે એમ હતું, છેવટે રેલવેએ કેટરરને ચૂકવ્યા રૂ. 36.50 લાખ 1 - image
Image Envato

મધ્યપ્રદેશના ખંડવાના એક કેટરિંગ કોન્ટ્રાક્ટર પાસેથી રેલવેએ લાઈસન્સ ફી ઉપરાંત 36 લાખ 64 હજાર 128 રૂપિયા ભાડાના નામે ખોટી રીતે વસૂલ્યા હતા. આ મામલે લાઈસન્સ ધારકે જિલ્લા કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમા અદાલતે રેલવે દ્વારા વસૂલવામાં આવેલ રકમને અયોગ્ય અને ગેરકાયદેસર ગણાવી હતી. 

અરજદારે તેની રકમ વસૂલવા માટે કર્ણાટક એક્સપ્રેસના એન્જિનને જપ્ત કરવાની માંગણી

કોર્ટના આ નિર્ણયના આધારે લાઈસન્સ ધારકે ફરી આ રકમ પરત કરવા માંગણી કરી હતી, ત્યારે કોર્ટે પણ તેના પક્ષમાં આદેશ કર્યો હતો. અરજદાર દ્વારા જ્યારે તેની રકમ વસૂલવા માટે કર્ણાટક એક્સપ્રેસના એન્જિનને જપ્ત કરવાની માંગણી કરવામાં આવી તો રેલવે ઓફિસરો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક આ રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ કોર્ટ સમક્ષ કેટરિંગ કોન્ટ્રાકટર રાજીવ સેઠીને આપવામાં આવ્યો હતો. 

રકમ જમા ન કરાવવાના કિસ્સામાં વોરંટ પણ જારી કરવામાં આવ્યું

ખંડવાની મુખ્ય જિલ્લા કોર્ટના ન્યાયાધીશ મમતા જૈને હાલમાં જ સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજરને આ કિસ્સામાં કેટરિંગ કોન્ટ્રાકર પાસેથી ખોટી રીતે લેવામાં આવેલા 36 લાખ 64 હજાર 128 રુપિયા પરત કરવાનો આદેશ કર્યો હતો. રકમ ન જમા કરાવવાના કિસ્સામાં એટેચમેન્ટ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.

જેના પર અરજદારે કોર્ટ પાસે કર્ણાટક એક્સપ્રેસ (ટ્રેન નંબર 12628) ના એન્જિન સહિત સ્ટેશન માસ્ટરના રુમનું ફર્નિચર, એસી વગેરે વસ્તુઓ જપ્તી કરવા માટે અરજી કરી હતી. જ્યારે  રેલવેના વરિષ્ટ અધિકારીઓને આ રીતે જપ્તી વોરંટની માહિતી મળી તો તેઓમાં ગભરાટ ફેલાયો હતો. જેથી તાબડતોડ રેલવે પ્રશાસનને આ રકમનો ડ્રાફ્ટ કોર્ટ સમક્ષ અરજદારને સોંપીને મામલો થાળે પાડ્યો હતો. 

શું હતો આખો મામલો?

હકીકતમાં આખો મામલો એવો છે કે, ખંડવા રેલવે સ્ટેશનના કેટરિંગ કોન્ટ્રાક્ટર મેમર્સના 'કપૂર એન્ડ પી આર મહંત' પાસેથી રેલવેએ વર્ષ 2017માં અચાનક લાઈસન્સ ફી સિવાય 36 લાખ 64 હજાર 128 રુપિયાની માંગણી કરવામાં આવી હતી અને જમા નહીં કરવામાં આવે તો તેનો ધંધો બંધ કરવાની સૂચના આપી હતી. હકીકતમાં આ બધુ ગેરકાયદેસર થઈ રહ્યું હતું. જેથી અરજદારે આ મામલે જિલ્લા ન્યાયાલયનો સહારો લઈ રકમ પરત મેળવી હતી. 

રાજીવ સેઠી નિયમિત ભાડું ભરી રહ્યા હતાં...

જેથી કરીને કેટરિંગ કોન્ટ્રાક્ટર રાજીવ સેઠીએ અંડર પ્રોટેસ્ટ આ રાશિ તો રેલવેમાં જમા કરાવી દીધી પરંતુ તેની સાથે જ આ રકમ ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવી હોવાનું કહીને તેને જિલ્લા કોર્ટમાં ફરિયાદ કરી, જેમા  25 માર્ચ, 2022 ના રોજ તત્કાલીન જિલ્લા અને સત્ર ન્યાયાધીશ સંજીવ કાલગાંવકરે અંતિમ નિર્ણય આપ્યો હતો કે લાઈસન્સ ફી ઉપરાંત માંગવામાં આવેલ ભાડું ગેરવાજબી, મનસ્વી અને ગેરકાયદેસર છે. રાજીવ સેઠી નિયમિત ભાડું ભરી રહ્યા હતાં, છતાં પણ તેમનો વિરોધ કરીને આ રીતે ગેરકાયદેસર અલગથી પૈસા વસુલવામાં આવ્યા હતાં.  જે બાદમાં કોર્ટના નિર્ણયથી રેલવે દ્વારા આ રકમ પરત કરવામાં આવી. 


Google NewsGoogle News