Get The App

IRCTC વેબસાઈટ એક જ મહિનામાં બીજી વાર ઠપ, લાખો રેલવે મુસાફરોને હાલાકીથી રોષ

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
IRCTC


IRCTC Website Server Down: ભારતીય રેલવેના ઈ-ટિકિટિંગ પ્લેટફોર્મ ઈન્ડિયા રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) વેબસાઈટ અને મોબાઈલ એપ આજે ગુરૂવારે ખોટકાઈ ગઈ હતી. રેલવેના ટિકિટિંગ પ્લેટફોર્મ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, મેઈન્ટનન્સ એક્ટિવિટીના કારણે પ્લેટફોર્મ હાલ એક્સેસ કરી શકાશે નહીં. જો કે, આ કારણસર લાખો રેલવે મુસાફરોને હાલાકી થતા લોકોએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો હતો. 

IRCTC વેબસાઈટ એક જ મહિનામાં બીજી વાર ઠપ, લાખો રેલવે મુસાફરોને હાલાકીથી રોષ 2 - image

આઈઆરસીટીસીની વેબસાઈટ પર લખેલા નોટિફિકેશન અનુસાર, મેઈન્ટનન્સ એક્ટિવિટીના કારણે ઈ-ટિકિટિંગ સર્વિસ હાલ ઉપલબ્ધ રહેશે નહીં. કૃપયા બાદમાં પ્રયાસ કરો. તેમજ ટિકિટ રદ કરવા-ટીડીઆર ફાઈલ કરવા કૃપયા કસ્ટમર કેર નંબર 14646,08044647999 અને 08035734999 પર સંપર્ક etickets@irctc.co.in પર મેઈલ કરી શકો છો. 

ઉલ્લેખનીય છે, સામાન્ય રીતે આઈઆરસીટીસી પર તત્કાલ ટિકિટનો સમય 10 વાગ્યાનો હોય છે. જ્યારે સ્લિપર ક્લાસ માટે તત્કાલ ટિકિટ બુક કરવાનો સમય 11 વાગ્યાનો છે. જો કે, આજે ટિકિટિંગ પ્લેટફોર્મ ઠપ રહેતાં દેશભરના લાખો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. આ પહેલા પણ આઈઆરસીટીસીની વેબસાઈટ બંધ થઈ હતી. આમ, એક જ મહિનામાં બે વાર વેબસાઈટ ખોટકાતા લોકો રોષે ભરાયા છે.

IRCTC વેબસાઈટ એક જ મહિનામાં બીજી વાર ઠપ, લાખો રેલવે મુસાફરોને હાલાકીથી રોષ 3 - image

લોકોએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી નારાજગી

કોલાકો સુધી IRCTCએ એ ન જણાવ્યું કે વેબસાઈટ કેટલો સમય ડાઉન રહેશે, અને ક્યારે કાર્યરત થશે. જેના કારણે લોકોનો રોષ ભભુકી ઉઠ્યો. લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. IRCTC, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેગ કરીને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોએ સવાલો કરવાની સાથે સિસ્ટમ સામે રોષ ઠાલવ્યો છે.

IRCTC વેબસાઈટ એક જ મહિનામાં બીજી વાર ઠપ, લાખો રેલવે મુસાફરોને હાલાકીથી રોષ 4 - image

મુસાફરોએ કર્યા તીખા સવાલ

એક યુઝરે સવાલ કર્યો કે 'તત્કાલ બુકિંગના સમયે જ IRCTCની વેબસાઈટ કેમ ડાઉન થઈ ગઈ. આપણે શા માટે આપણે યોગ્ય વેબસાઈટ પણ બનાવી શકતા નથી ત્યારે બુલેટ ટ્રેન બનાવવાની ચિંતા શા માટે કરીએ છીએ?' અન્ય એક મુસાફરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે,   'પ્રિય નરેન્દ્ર મોદીજી, કૃપા કરીને ભારતીય વૈજ્ઞાનિકોને રોકેટ સાયન્સમાંથી IRCTC એપ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરો, જે તત્કાલ બુકિંગ દરમિયાન અટકી જાય છે. વર્તમાન IT સેટઅપમાં નબળી નેટવર્ક બેન્ડવિડ્થનો સહિતની વિવિધ સમસ્યા જણાય છે'.

IRCTC વેબસાઈટ એક જ મહિનામાં બીજી વાર ઠપ, લાખો રેલવે મુસાફરોને હાલાકીથી રોષ 5 - image


Google NewsGoogle News