અમેરિકામાં ‘મેડ ઈન ઈન્ડિયા’નો દબદબો, સ્ટોરમાંથી ગાયબ થવા લાગી ચાઈનીઝ પ્રોડક્ટ

ભારતની પ્રોડક્ટને 14 દેશો સુધી પહોંચાડવામાં USAની સૌથી મોટી રિટેલ કંપનીની મહત્વની ભૂમિકા

2018થી 2022 દરમિયાન અમેરિકામાં ચીનની આયાત 10% ઘટી છે, જ્યારે ભારતની આયાત 44% વધી

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
અમેરિકામાં ‘મેડ ઈન ઈન્ડિયા’નો દબદબો, સ્ટોરમાંથી ગાયબ થવા લાગી ચાઈનીઝ પ્રોડક્ટ 1 - image

નવી દિલ્હી, તા.09 નવેમ્બર-2023, ગુરુવાર

India-US-China Trade : અમેરિકી લોકોએ ચીની પ્રોડક્ટને ઝાકારો આપી ભારતીય પ્રોડક્ટને પસંદ કરી રહ્યા છે. અમેરિકા (America)માં ભારતીય પ્રોડક્ટનું વર્ચસ્વ વધતા ચીનને પણ મોટો ફટકો પડી રહ્યો છે. ભારત સરકાર દ્વારા સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા ‘મેડ ઈન ઈન્ડિયા’ (Made In India) જેવા પ્રયાસો શરૂ કર્યા, જેની અસર ભારત સહિત વિશ્વભરમાં જોવા મળી રહી છે. મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટે અમેરિકાના માર્કેટમાં ધીરે ધીરે ચાઈનીઝ પ્રોડક્ટની જગ્યા લેવાનું શરૂ કરી દીધી છે. 

ચીનમાંથી આયાત ઘટી, ભારતમાંથી 44% વધી

એક સર્વે મુજબ 2018થી 2022 વચ્ચે અમેરિકામાં ચીન (China Import)ની 10 ટકા આયાત ઘટી છે, જ્યારે ભારતની આયાત (India Import)માં 44 ટકાનો વધારો થયો છે. અમેરિકામાં શરૂ થયેલા નવા ટ્રેન્ડના કારણે મેક્સિકો અને આસિયાન દેશોને પણ ઘણો ફાયદો થયો છે. આ સમયગાળામાં મેક્સિકો (Mexico)માંથી 18 ટકા આયાત જ્યારે આસિયાનના 10 દેશો (બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ અને વિયેતનામ)માંથી 65 ટકા આયાત વધી છે. ભારતીય મશીનોની આયાતમાં 70 ટકાનો વધારો થયો છે. ટ્રેડ વોર ઉપરાંત કોવિડ-19, કુદરતી આપતીઓએ પણ ભારત જેવા દેશોને વેપાર વધારવામાં મદદ કરી છે.

વૉલમાર્ટથી ભારતને મોટો ફાયદો

અમેરિકામાં ભારતની સરળતાનો શ્રેય વૉલમાર્ટ (Walmart)ને જાય છે, કારણ કે વૉલમાર્ટ USAની સૌથી મોટી રિટેલ કંપની છે. કંપની પાસે મોટી સંખ્યામાં ગ્રાહકો છે. વૉલમાર્ટે મેડ ઈન ઈન્ડિયાની પ્રોડક્ટોની આયાત વધારી છે અને પોતાના સ્ટોરમાં પણ ભારતની પ્રોડક્ટ વધુ રાખે છે.

વૉલમાર્ટના કારણે 14 દેશોમાં પહોંચે છે ભારતની પ્રોડક્ટ

વૉલમાર્ટ દર વર્ષે ભારતમાંથી 10 બિલિયન ડૉલરના પ્રોડક્ટ આયાત કરવાનો લક્ષ્ય ધરાવે છે. જોકે હાલ આ આંકડો 3 બિલિયન ડૉલર સુધી પહોંચ્યો છે. કંપની દ્વારા ભારતની પ્રોડક્ટ અમેરિકા, કેનેડા, મેક્સિકો, સેન્ટ્રલ અમેરિકા અને બ્રિટેન સહિત વિશ્વના 14 દેશોમાં પહોંચે છે.

  અમેરિકામાં ‘મેડ ઈન ઈન્ડિયા’નો દબદબો, સ્ટોરમાંથી ગાયબ થવા લાગી ચાઈનીઝ પ્રોડક્ટ 2 - image

.

.

.

.

.

.

.

.

.

.

.

America, India, China, Mexico, Brunei, Cambodia, Indonesia, Laos, Malaysia, Myanmar, the Philippines, Singapore, Thailand, Vietnam, Trade And Import, Walmart Product


Google NewsGoogle News