Get The App

પોસ્ટમાં ખાતું હોય તો જાણી લો, 10000થી વધુના વ્યવહારો પર વસૂલાય છે મોટો ચાર્જ

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
IPPB Service Charge


India Post Payments Bank Charges: શું તમે જાણો છો કે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બૅન્કના ગ્રાહકો પાસેથી બૅન્ક અમુક મર્યાદાથી વધુ રોકડના ઉપાડ અને જમા કરાવવા પર ચાર્જ વસૂલે છે. નિયમિત રૂપે પોસ્ટ મારફત રોકડ ટ્રાન્ઝેક્શન કરતાં લોકો પાસેથી રૂ. 25 સુધીનો ચાર્જ વસૂલવામાં આવે છે. બૅન્કનું આ પગલું ગ્રાહકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રેરિત કરવા અને રોકડ ટ્રાન્ઝેક્શન ઘટાડવાના ઉદ્દેશ સાથે લેવામાં આવ્યું છે. 

બચત ખાતામાં આટલા ટ્રાન્ઝેક્શન મફત થઈ શકશે

સામાન્ય રીતે બચત ખાતામાં ગ્રાહકો દરમહિને કુલ ચાર વખત રોકડ જમા અથવા ઉપાડની સુવિધા મફત મેળવી શકે છે. ત્યારબાદ વધારાના ટ્રાન્ઝેક્શન પર રૂ. 20 ઉપરાંત જીએસટી સાથે અંદાજે રૂ. 25 સુધીનો ચાર્જ ચૂકવવો પડે છે. આ ચાર્જ ટ્રાન્ઝેક્શનની રકમના આધારે છે. 

પોસ્ટમાં ખાતું હોય તો જાણી લો, 10000થી વધુના વ્યવહારો પર વસૂલાય છે મોટો ચાર્જ 2 - image

ચાલુ અને બચત ખાતાના નિયમ અને ચાર્જ

બચત ખાતુંઃ 

દર મહિને એકસામટી રૂ. 10000 સુધીની રોકડ જમા કરવા પર કોઈ ચાર્જ નહીં, તેનાથી વધુ રકમ જમા કરાવવા પર 0.50 ટકા ચાર્જ લાગુ થશે, ન્યૂનતમ ચાર્જ રૂ. 25 રહેશે. ઉપાડ પર પણ આ જ નિયમ લાગુ થશે.

આ પણ વાંચોઃ સેલરી ફ્રોડ કરતાં 185 કર્મચારીઓને કાઢી મૂક્યા એપલે, ઘણા કર્મચારી મૂળ ભારતના છે

ચાલુ ખાતુંઃ

ચાલુ ખાતાના ખાતાધારકો દરમહિને રૂ. 25 હજાર સુધીની રકમ ઉપાડી શકે છે. ત્યારબાદ દરેક ઉપાડ પર રૂ. 25 કે તેથી વધુ ચાર્જ લાગુ થશે. ઉપાડ પર પણ સમાન નિયમ લાગુ થશે.

પોસ્ટમાં ખાતું હોય તો જાણી લો, 10000થી વધુના વ્યવહારો પર વસૂલાય છે મોટો ચાર્જ 3 - image

ડોરસ્ટેપ બૅન્કિંગ અને ચાર્જની અસર

ડોરસ્ટેપ બૅન્કિંગ માટે પણ અગાઉ ઑગસ્ટ, 2021માં નવા ચાર્જ લાગુ કરવામાં આવ્યા હતા. જેમાં 1 જાન્યુઆરી, 2022થી વધારો કરી ટ્રાન્ઝેક્શન ચાર્જ અને જીએસટીનો ઉમેરો થયો હતો.

ચાર્જનો ઉદ્દેશ

બૅન્કે સ્પષ્ટતા કરી હતી કે, આ પગલું ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા તેમજ રોકડનો ઉપયોગ ઘટાડવા માટે લેવામાં આવ્યું છે. યુપીઆઇ, ઇન્ટરનેટ બૅન્કિંગ, અને મોબાઇલ બૅન્કિંગનો ઉપયોગ ગ્રાહકો માટે વધુ લાભદાયી બની શકે છે. કારણકે, તેના પર કોઈ વધારાનો ચાર્જ લાગુ થતો નથી.

પોસ્ટમાં ખાતું હોય તો જાણી લો, 10000થી વધુના વ્યવહારો પર વસૂલાય છે મોટો ચાર્જ 4 - image


Google NewsGoogle News