દરિયામાં જહાજો પર હુમલા કરનારાની ખેર નહીં, નૌસેનાએ તહેનાત કર્યા ડિસ્ટ્રૉયર્સ અને ફ્રિગેટ્સ

બિઝનેસ રૂટ પર સુરક્ષા વધારવાનો અને લાંબી રેન્જના એરક્રાફ્ટથી પેટ્રોલિંગ વધારવાનો નૌસેનાનો નિર્ણય

દરિયાઈ સુરક્ષા માટે INS કોલકાતા, INS કોચ્ચિ, INS ચેન્નાઈ, INS વિશાખાપટ્ટનમ અને INS મોરમુગાઓને તહેનાત

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
દરિયામાં જહાજો પર હુમલા કરનારાની ખેર નહીં, નૌસેનાએ તહેનાત કર્યા ડિસ્ટ્રૉયર્સ અને ફ્રિગેટ્સ 1 - image

Indian Navy Protection : ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israeli-Hamas War) વચ્ચે રાતો સમુદ્ર (Red Sea), અખાત અને મધ્ય અને ઉત્તર અરબી સમુદ્રમાં જહાજો પર હુમલા થતા ભારતીય નૌસેનાએ (Indian Navy) દરિયાઈ બિઝનેસ રૂટ પર સુરક્ષા વધારવાનો નિર્ણય કર્યો છે. યુદ્ધ બાદ હુમલાખોરો દ્વારા કોમર્શિયલ જહાજો (Commercial Ship) પર ડ્રોનથી હુમલા કરવાની ઘટનાઓ વધી છે, જેને ધ્યાને રાખી આ નિર્ણય કરાયો છે. ભારત સમુદ્ર દ્વારા લગભગ એક ટ્રિલિયન ડૉલરની નિકાસ અને આયાત કરે છે. હુમલાના કારણે ભારતીય શિપિંગ કંપનીઓએ પણ રૂટ બદલવાની નોબત આવી છે. 

તાજેતરમાં જ જહાજ પર ડ્રોનથી હુમલો થયો હતો

તાજેતરમાં જ ભારતીય સરહદથી લગભગ 700 નૉટિકલ મીલ દૂર જહાજ એમવી રૂએન પર હુમલો થયો હતો. આ ઉપરાંત ઈરાન સમર્થિક હુમલાખોરોએ એમવી કેમ પ્લૂટો પર ડ્રોનથી હુમલો કરતા આગ લાગી હતી. આ જહાજ સાઉદી અરેબિયા (Saudi Arabia) જઈ રહ્યું હતું. આમ જહાજો પર હુમલા વધતા ભારતીય વેપારીઓ પણ ચિંતિત બન્યા છે, ઉપરાંત કેટલીક શિપિંગ કંપનીઓએ રૂટ બદલ્યા છે. ભારત અને મિડલ ઈસ્ટના દેશો વચ્ચે આ સમુદ્રી રૂટ પરથી ઘઉં, ચોખા, દાળ, ક્રૂડ ઓઈલ સહિત ઘણી ચીજ-વસ્તુઓનો લગભગ એક ટ્રિલિયન ડૉલરનો વેપાર થાય છે.

દરિયાઈ રૂટની જવાબદારી નૌસેનાના ડિસ્ટ્રૉયર્સ અને ફ્રિગેટ્સને સોંપાઈ 

ભારતીય નૌસેનાએ આજે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, દરિયાઈ રૂટ પર દેખરેખ વધારવા નૌસેનાએ ડિસ્ટ્રૉયર્સ અને ફ્રિગેટ્સ તહેનાત કરાયા છે. ભારતીય નૌસેના કોમર્શિયલ જહાજો પર સંકટની સ્થિતિમાં તુરંત સુરક્ષા પુરી પાડશે. ઉપરાંત લાંબી રેન્જના એરક્રાફ્ટથી પણ પેટ્રોલિંગ વધારાશે. ભારતના મુખ્ય આર્થિક ક્ષેત્રોમાં પણ કોસ્ટ ગાર્ડની સંખ્યા વધારાશે.

દરિયાઈ સુરક્ષા માટે INS કોચ્ચી તહેનાત

ભારતીય નૌસેનાએ દરિયાઈ સુરક્ષા માટે 5 ડિસ્ટ્રૉયર્સ આઈએનએસ કોલકાતા, આઈએનએસ કોચ્ચી, આઈએનએસ ચેન્નાઈ, આઈએનએસ વિશાખાપટ્ટનમ અને આઈએનએસ મોરમુગાઓને તહેનાત કર્યા છે. આ પાંચેય ડિસ્ટ્રૉયર્સને વ્યૂહાત્મક રીતે મુખ્ય આર્થિક ક્ષેત્રોમાં તહેનાત કરાયા છે. આઈએનએસ કોચ્ચિને દરિયાઈ હુમલાખોરોના નામથી બદનામ યમન નજીક તહેનાત કરાઈ છે.


Google NewsGoogle News