Get The App

ભારતીયોના ઘરોમાં અમેરિકાના ગોલ્ડ રિઝર્વ કરતાં ત્રણ ગણું વધારે સોનું, કિંમત છે 126 લાખ કરોડ

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
USA Gold Reserve


Gold Reserve In India: ગોલ્ડ રિઝર્વની વાત આવે તો અમેરિકાનું નામ હંમેશા ટોચ પર આવે છે. અમેરિકા પાસે વિશ્વની સૌથી વધુ 8133 ટન ગોલ્ડ રિઝર્વ છે. ત્યારબાદ જર્મની પાસે અમેરિકાના 30 ટકા ગોલ્ડ રિઝર્વ છે. જો ભારતની વાત કરીએ તો રિઝર્વ બેન્ક પાસે અમેરિકાની તુલનાએ 10માં ભાગનું ગોલ્ડ છે. પરંતુ ભારતીય પરિવારો પાસે એટલુ બધુ સોનું છે કે, તે અમેરિકાની સંપૂર્ણ ગોલ્ડ રિઝર્વ ખરીદી શકે છે.

કયા દેશ પાસે કેટલી રિઝર્વ 

અમેરિકાની ફેડ રિઝર્વ પાસે 8133 ટન ગોલ્ડ રિઝર્વ છે, જ્યારે બીજા ક્રમે જર્મની પાસે 3553 ટન ગોલ્ડ રિઝર્વ, ઈટલી પાસે 2452 ટન ગોલ્ડ રિઝર્વ છે. અને આરબીઆઈ પાસે 800 ટન ગોલ્ડ રિઝર્વ છે. ગોલ્ડ રિઝર્વ મામલે ભારત વિશ્વમાં નવમા ક્રમે છે.

આ પણ વાંચોઃ દેશભરના ખેડૂતોને મોદી કેબિનેટની સાત મોટી ભેટ, અશ્વિની વૈષ્ણવે કહ્યું, ‘આવક વધશે’

ભારત પાસે કેટલુ સોનું

ભારતીય પરિવારો પાસે આશરે 25 હજાર ટનથી વધુ સોનુ ધરોબાયેલુ છે. પ્રાઈસ વોટર હાઉસ કીપર દ્વારા જારી રિપોર્ટ અનુસાર, ભારતીય પરિવારો પાસે મોટાપ્રમાણમાં સોનું ઉપલબ્ધ છે. જે અમેરિકાની કુલ ગોલ્ડ રિઝર્વના આશરે ત્રણ ગણુ છે. ભારતીય પરિવારોના ઘરમાં પડેલ સોનાની કુલ કિંમત આશરે 126 લાખ કરોડ છે. ભારત સરકારની ગોલ્ડ રિઝર્વ બેન્કના વોલેટમાં માર્ચ, 2024 સુધી 822 ટન સોનુ હતું. જેમાંથી 408 ટન સોનું ભારતમાં છે, જ્યારે 413 ટનથી વધુ સોનુ વિદેશમાં રિઝર્વ છે. ભારતની સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને યુકે સ્થિત બેન્ક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટમાં સંગ્રહિત છે.

અમેરિકાના ગોલ્ડ રિઝર્વની કુલ વેલ્યૂ

અમેરિકા પાસે જૂન, 2024 સુધી આશરે 8000 ટન ગોલ્ડ રિઝર્વ હતી. જે અમેરિકાની કુલ રિઝર્વના 75 ટકા છે. જેની કિંમત રૂ. 44.52 લાખ કરોડ (543 અબજ ડોલર) દર્શાવાઈ છે. જ્યારે ભારતીયો પાસે રૂ. 126 લાખ કરોડનું સોનુ છે. 


ભારતીયોના ઘરોમાં અમેરિકાના ગોલ્ડ રિઝર્વ કરતાં ત્રણ ગણું વધારે સોનું, કિંમત છે 126 લાખ કરોડ 2 - image


Google NewsGoogle News