ભારતીય અર્થતંત્રની ગાડી પાટા પર, ત્રીજા ત્રિમાસિકમાં વિકાસ દર 8.4%, સરકારના પૂર્વાનુમાનથી સારો
પાછલા ત્રિમાસિકમાં વિકાસ દર 7.6% હતો, દુનિયામાં સૌથી ઝડપથી વિકસી રહેલા અર્થતંત્રોમાં ભારત સામેલ
Indian Economy Grows : કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ત્રિમાસિકના જીડીપી (India GDP)ના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા એ વાતની સાબિતી આપે છે કે, ભારતીય અર્થતંત્ર યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. ત્રીજા ત્રિમાસિકમાં વિકાસ દર 8.4% નોંધાયો છે, જે પૂર્વાનુમાનના આંકડાથી ઘણો વધારે છે.
દેશમાં ઉત્પાદન ગતિવિધિ પણ વધી રહી છે
આર્થિક નિષ્ણાતોના મતે, દેશમાં ઉત્પાદન ગતિવિધિ અને સરકારી ખર્ચમાં વધારો થવાના કારણે અર્થતંત્રની સ્થિતિ સુધરી છે. પાછલા ત્રિમાસિકમાં વિકાસ દર 7.6% હતો. દુનિયામાં સૌથી ઝડપથી વિકસી રહેલા અર્થતંત્રોમાં ભારત સામેલ છે.
વર્લ્ડ બેંક અને IMF પણ વખાણ કરી ચૂક્યા છે
વર્લ્ડ બેંકથી માંડીને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ જેવી સંસ્થાઓ પણ ભારતના વિકાસની સરાહના કરી રહી છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પિલમેન્ટેશન દ્વારા 29 ફેબ્રુઆરીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે, ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતનો જીડીપી ઝડપથી વધ્યો છે. વર્ષ 2022ના બીજા ત્રિમાસિક પછીનો આ સૌથી મોટો વધારો છે, જે 6.6% પૂર્વાનુમાનથી ઘણો વધારે છે.