દેશમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરનારા લોકોની સંખ્યા થઈ ડબલ, ઈન્કમ ટેક્સના ડેટા આવ્યા સામે

ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં થયો વધારો

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
દેશમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરનારા લોકોની સંખ્યા થઈ ડબલ, ઈન્કમ ટેક્સના ડેટા આવ્યા સામે 1 - image


Income Tax Return : પાછળના કેટલાક વર્ષોમાં ભારતમાં ટેક્સપેયર્સની સંખ્યામાં વધારો થયો છે, જેના પરથી અંદાજો લાગવામાં આવી રહ્યો છે કે લોકોની આવકમાં પણ વધારો થયો છે. એવામાં આવકવેરા વિભાગએ રજૂ કરેલા ડેટા દ્વારા જાણી શકાય છે કે, ભારતમાં 100 કરોડ રૂપિયા કે તેનાથી વધુ કમાણી કરનારા ટેક્સપેયર્સની સંખ્યા લગભગ બમણી થઇ ગઈ છે. તેની સાથે જ ITR ફાઈલ કરનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

અબજોપતિઓની સંખ્યામાં થયો વધારો 

આવકવેરા વિભાગ મુજબ, ઇન્કમટેક્ષ વર્ષ 2021-22માં 100 કરોડ રૂપિયા કે તેનાથી વધુ કમાણી કરનારા અબજોપતિઓની સંખ્યા પાછળના વર્ષની સરખામણીએ વધીને 16 થઈ ગઈ છે. એક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2021ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2022માં 100 કરોડ રૂપિયાની કમાણી કરનારા લોકોની સંખ્યામાં 100 ટકાનો વધારો થયો છે.  

ટેક્સપેયર્સની સંખ્યામાં પણ વધારો 

નાણાકીય વર્ષ 2022માં લગભગ 6.75 કરોડ લોકોએ ITR ફાઇલ કર્યું, જેમની કુલ આવક રૂ. 69.6 લાખ કરોડ હતી. આ સરવેયામાં 589 ટેક્સપેયર્સ એવા હતા જેને તેની આવક રૂ. 500 કરોડથી વધુ જાહેર કરી હતી. આ ટેક્સપેયર્સની જો કુલ આવક વિશે વાત કરવામાં આવે તો તેમની કુલ આવક રૂ. 13 લાખ કરોડ હતી.  



Google NewsGoogle News