Get The App

ભારત 2030 સુધીમાં જાપાનને પછાડી એશિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે

- ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ ૨૦૨૨ના ૩૫૦૦ અબજ ડોલરથી ૨૦૩૦ સુધીમાં ૭૩૦૦ અબજ ડોલર થવાનો અંદાજ : S&P

Updated: Oct 25th, 2023


Google News
Google News
ભારત 2030 સુધીમાં જાપાનને પછાડી એશિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે 1 - image

મુંબઈ : દુનિયામાં સૌથી ઝડપી વૃદ્ધિદરના ખિતાબની સાથે ભારત હાલ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ૨૦૩૦ સુધીમાં ૭૩૦૦ બિલિયન યુએસ ડોલરની જીડીપી સાથે જાપાનને પછાડીને ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની સંભાવના ધરાવે છે. આ સાથે તે એશિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ બની જશે.

ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ ૨૦૨૨ના ૩૫૦૦ અબજ ડોલરથી ૨૦૩૦ સુધીમાં ૭૩૦૦ અબજ ડોલર થવાનો અંદાજ : S&P 

એસ એન્ડ પી ગ્લોબલ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગના તાજેતરના પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સમાં આ વાત કહેવામાં આવી છે. ૨૦૨૧ અને ૨૦૨૨માં બે વર્ષની ઝડપી આર્થિક વૃદ્ધિ પછી ભારતીય અર્થતંત્રે ૨૦૨૩ના નાણાકીય વર્ષની શરૂઆતમાં મજબૂત વૃદ્ધિ દર્શાવવાનું ચાલુ રાખ્યું છે.

ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ માર્ચ ૨૦૨૪માં પૂરા થતા નાણાકીય વર્ષમાં ૬.૨-૬.૩ ટકાના દરે વધવાની ધારણા છે. આ સાથે ભારતીય અર્થવ્યવસ્થા આ નાણાકીય વર્ષમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની જશે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનો વિકાસ દર ૭.૮ ટકા હતો.

એસ એન્ડ પીએ જણાવ્યું કે, 'નજીકના ગાળામાં સ્થાનિક મજબૂત માંગની વૃદ્ધિના જોરે ભારતનું ઈકોનોમિક આઉટલુક ૨૦૨૩ના બાકીના સમયગાળા અને ૨૦૨૪માં વિશ્વમાં સૌથી સારૂં છે.' 

અમેરિકન ડોલરના સંદર્ભમાં કરવામાં આવેલ ગણતરી અનુસાર ૨૦૨૨માં જીડીપી ૩૫૦૦ અબજ ડોલરથી ૨૦૩૦ સુધીમાં ૭૩૦૦ અબજ ડોલર થવાનો અંદાજ છે. આર્થિક વિસ્તરણની આ ઝડપી ગતિના પરિણામે ૨૦૩૦ સુધીમાં ભારતીય જીડીપીનું કદ જાપાનની જીડીપી કરતા વધી જશે અને ભારત એશિયા-પેસિફિક ક્ષેત્રની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.'

અમેરિકા હાલમાં ૨૫૫૦૦ અબજ ડોલરના જીડીપી કદ સાથે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે. ત્યારબાદ ૧૮૦૦૦ અબજ યુએસ ડોલર સાથે ચીન બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને જાપાન ૪૨૦૦ અબજ યુએસ ડોલર સાથે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ૨૦૨૨માં જ ભારતીય જીડીપીનું કદ બ્રિટન અને ફ્રાન્સના જીડીપી કરતા મોટું થઈ ગયું હતુ. ભારતનો જીડીપી ૨૦૩૦ સુધીમાં જર્મની કરતાં પણ વધી જવાની ધારણા છે.

Tags :