સ્ટાર પરફૉર્મર છે ભારત, વૈશ્વિક વિકાસમાં મોટું યોગદાન', આર્થિક મોરચે IMFએ કર્યા દેશના વખાણ

આ વર્ષે ભારત તેની આર્થિક નીતિઓના કારણે વિશ્વની સૌથી ઝડપી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બનશે

ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલાઇઝેશન દેશને ઉત્પાદકતા અને વૃદ્ધિ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
સ્ટાર પરફૉર્મર છે ભારત, વૈશ્વિક વિકાસમાં મોટું યોગદાન', આર્થિક મોરચે IMFએ કર્યા દેશના વખાણ 1 - image


IMF On Indian Economy: ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ ભારતને આર્થિક મોરચે સ્ટાર પરફૉર્મર ગણાવ્યું છે. IMFએ સોમવારે જણાવ્યું હતું કે ડિજિટલાઇઝેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુખ્ય ક્ષેત્રોમાં આર્થિક સુધારાના કારણે ભારત એક સ્ટાર પરફૉર્મર તરીકે ઉભરી આવ્યું છે. IMF અનુસાર, વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનું યોગદાન 16 ટકાથી વધુ હોવાનો અંદાજ છે.

વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનો મહત્વનો રોલ 

ભારતને વિશ્વમાં સ્ટાર પરફૉર્મર ગણાવતા, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યું છે કે ભારત આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં 16 ટકાથી વધુ યોગદાન આપી રહ્યું છે. પીટીઆઈના અહેવાલ અનુસાર, આઈએમએફમાં ભારતના મિશન નડા  ચૌઈરીએ કહ્યું, 'અમે કેટલાક સમયથી જોઈ રહ્યા છીએ કે ભારત ખૂબ જ મજબૂત દરે વિકાસ કરી રહ્યું છે. જ્યારે અન્ય દેશોની વાસ્તવિક વૃદ્ધિની વાત આવે ત્યારે તેના પ્રમાણમાં ભારત સ્ટાર પરફૉર્મર રહ્યું  છે. તે સૌથી ઝડપથી વિકસતા મોટા ઉભરતા બજારોમાંનું એક છે.

ભારતનો યુવાવર્ગ છે મહત્વનો  

IMF એ સોમવારે ભારત સાથે તેની વાર્ષિક આર્ટિકલ-IV પર ચર્ચા જાહેર કરી હતી, જે અનુસાર ભારત આ વર્ષે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક બનવાના માર્ગ પર છે. નડા ચૌઈરીએ કહ્યું કે ભારતની વસ્તી ઘણી મોટી, યુવાન અને વધી રહી છે. આથી તેઓ ઉપયોગ માળખાકીય સુધારામાં કરવામાં આવે તો તેના વૃદ્ધિ પામવાના ચાન્સ વધુ છે. આ ઉપરાંત ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલાઇઝેશન દેશને ઉત્પાદકતા અને વૃદ્ધિ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ ઉપરાંત IMFના રિપોર્ટ અનુસાર ભારતની અર્થવ્યવસ્થા કોરોનામાંથી મજબૂત રીતે બહાર આવીને વૈશ્વિક વિકાસમાં પણ મહત્વનો ભાગ બની છે. 

ભારતનું સેવા ક્ષેત્ર પણ પહોંચ્યું ઉચ્ચ સ્તરે 

નડા ચૌઈરીના મત્ત મુજબ રોકાણ અને વિકાસ માટે રાજકીય સ્થિરતા મહત્વપૂર્ણ છે. વેપારને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. જો કે હજુ પણ મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ છે જેને વધુ સરળ બનાવવાની જરૂર છે. પરંતુ કંપનીઓ માટે સિંગલ નેશનલ વિન્ડો, વન-સ્ટોપ શોપ જેવા ઘણા મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે. IMFએ સલાહ આપી છે કે દેશના ઘણા રાજ્યોમાં નોકરિયાત વર્ગની સંખ્યા ઘણી છે, જેની સાથે વ્યવહાર કરવાની અને તેને સુવ્યવસ્થિત કરવાની પણ જરૂર છે.

સ્ટાર પરફૉર્મર છે ભારત, વૈશ્વિક વિકાસમાં મોટું યોગદાન', આર્થિક મોરચે IMFએ કર્યા દેશના વખાણ 2 - image


Google NewsGoogle News