અમેરિકા-બ્રિટનમાં ભારતીય ઉત્પાદનોની બોલબાલા, ચાઈનીઝ સામાનને જાકારો, નિકાસ પણ વધી...

માત્ર દેશ જ નહીં, વિદેશમાં પણ ભારતીય ઉત્પાદનોની બોલબાલા

ગત વર્ષે ભારતની અમેરિકામાં 5.14% તો બ્રિટનમાં 5.21% નિકાસ વધી

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
અમેરિકા-બ્રિટનમાં ભારતીય ઉત્પાદનોની બોલબાલા, ચાઈનીઝ સામાનને જાકારો, નિકાસ પણ વધી... 1 - image

India Export Market Share : હવે માત્ર દેશમાં જ નહીં અન્ય દેશોમાં પણ આત્મનિર્ભર ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારત હરણફાળ ગતિએ આગળ વધવાની સાથે આયાત તો ઘટાડી જ રહ્યું છે. આ ઉપરાંત નિકાસમાં પણ ધરખમ વધારો કરી ચીનના દબદબાને પણ ઘટાડી રહ્યું છે. નવા અભ્યાસ મુજબ દાવો કરાયો છે કે, કેટલાક મુખ્ય સેક્ટરોનાં ઈલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં ભારતના પ્રોડક્ટની માંગ વધતા ચીનના ઉત્પાદનને આંચકાજનક અસર થઈ છે.

ભારતના પ્રોડક્ટની માંગ વધતા ચીનને ફટકો

વિશ્વભરના ઘણા ઉત્પાદકો અને ચીન સ્થિત ઉત્પાદન કરતી કંપનીઓ ચીનમાંથી ખસી જવાની યોજના હેઠળ અન્ય સપ્લાઈ ચેન પર ધ્યાન કેન્દ્રીય કરી રહ્યા છે, જેના કારણે ભારતમાં ઉત્પાદનની સ્પીડ વધવાની સાથે નિકાસમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. અગાઉ અમેરિકા અને બ્રિટનમાં ચાઈનીઝ પ્રોડક્ટનો દબદબો હતો, જોકે હવે ત્યાં ભારતના ઉત્પાદનોની માંગ વધી રહી છે. આ ઉપરાંત આ બંને દેશો સાથે ચીનનો અવારનવાર આંશિક વિવાદ ચાલતો રહે છે, જેનો સીધો જ ફાયદો ભારતીય પ્રોડક્ટ પર જોવા મળી રહ્યો છે.

ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં ચીનને પછાડશે ભારત

લંડન સ્થિત ફૈથૉમ ફાઈનાન્શિયલ કન્સલ્ટિંગના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, અમેરિકા (America) અને બ્રિટન (Britain)માં ચીન (China)ના ગુણોત્તરમાં ઘટાડો થયો છે, જ્યારે અમેરિકામાં ભારત (India)નો ગુણોત્તર ગત વર્ષે નવેમ્બરમાં વધીને 7.65 ટકા પર પહોંચી ગયો છે, જે નવેમ્બર-2021માં 2.51 ટકા હતો. એટલે કે ભારતના ગુણોત્તરમાં ધરખમ 5.14 ટકાનો વધારો થયો છે. બ્રિટનની વાત કરીએ તો અહીં ભારતના ગુણોત્તર 4.79 ટકાથી વધીને 10 ટકા પર પહોંચી ગયો છે. એટકે છેલ્લા બે વર્ષમાં બ્રિટનમાં ભારતની નિકાસમાં 5.21 ટકાનો ધરખમ વધારો થયો છે.


Google NewsGoogle News