Get The App

ભારતના અર્થતંત્ર અંગે IMFની આગાહી, કહ્યું - દુનિયાનું સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર બની રહેશે

Updated: Mar 2nd, 2025


Google NewsGoogle News
India GDP


India GDP IMF Report: ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી ઉભરી રહી હોવાનો રિપોર્ટ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે (IMF) આપ્યો છે. IMFએ ભારતના અર્થતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું છે કે, નાણાકીય વર્ષ 2025-26માં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરતી ઈકોનોમી બનશે, જીડીપી ગ્રોથ 6.5 ટકા રહી શકે છે. આ સિવાય  જીડીપી ગ્રોથ જાળવી રાખવા અમુક પગલાંઓ લેવા પણ સલાહ આપી છે. જેથી વિશ્વની ત્રીજી ટોચની ઈકોનોમી બનવાનો ટાર્ગેટ ઝડપથી હાંસલ કરી શકાય.

ત્રીજા ત્રિમાસિકમાં મળશે સારા સંકેત

નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 6.2 ટકા નોંધાયો છે. જો કે, તે અપેક્ષિત 6.3 ટકાના જીડીપી ગ્રોથ સામે ઓછો છે. બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 5.6 ટકા નોંધાયો હતો. નાણાકીય વર્ષના અંતે જીડીપી ગ્રોથ 6.5 ટકા નોંધાવાનો અંદાજ છે.

આ સેગમેન્ટમાં કરવા પડશે સુધારા

IMF એ જીડીપી ગ્રોથ જાળવી રાખવા ભારતને અમુક સલાહ પણ આપી છે. જે અનુસાર, મજબૂત ખાનગી રોકાણ અને એફડીઆઈને પ્રોત્સાહન આપવુ પડશે. નીતિગત માળખું, વેપાર કરવામાં સરળતાં તેમજ ટેરિફ-નોન ટેરિફ કપાતના માધ્યમથી બિઝનેસને એકીકૃત કરવો પડશે. વૈશ્વિક પડકારો વચ્ચે ભારતનો જીડીપી ગ્રોથ ઝડપથી વધી રહ્યો છે. આ વેગને જાળવી રાખવા વ્યાપારિક, આર્થિક અને નાણાકીય સ્થિરતા આવશ્યક  છે. ભારતના ખાનગી વપરાશમાં મજબૂત વૃદ્ધિનો ટેકો મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ અમેરિકન પ્રમુખ ટ્રમ્પની સુરક્ષામાં ચૂક! રિસોર્ટ પરથી 3 વિમાન પસાર, સૈન્યએ દખલ કરવી પડી

2047માં વિકસિત રાષ્ટ્ર બનશે

જીડીપી ગ્રોથમાં નજીવો ઘટાડો નોંધાયો હોવા છતાં ભારતીય અર્થતંત્ર વિકસી રહ્યું છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ માસમાં વાર્ષિક છ ટકાના દરે ગ્રોથ નોંધાયો છે. મોંઘવારીનો દર આરબીઆઈના નિર્ધારિત 2-6 ટકાના સ્તરે સ્થિર રહ્યો છે. IMFનું નવુ મૂલ્યાંકન ભારતની આર્થિક તાકાતને રેખાંકિત કરે છે. તેમજ લોંગટર્મ સમૃદ્ધિ સુનિશ્ચિત કરતાં 2047 સુધી દેશ વિકસિત રાષ્ટ્ર બનવાનો લક્ષ્ય હાંસલ કરશે.

દેશમાં માથાદીઠ જીડીપી વધ્યો

IMFએ ભારતીય અર્થવ્યવસ્થા અંગે રાહતભર્યા સમાચાર આપ્યા છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ઈકોરેપ રિપોર્ટમાં પણ સરકારની શ્રેષ્ઠ નીતિઓ અને ડીબીટી પ્રણાલીના લીધે ભારતમાં માથાદીઠ જીડીપી રૂ. 2.35 લાખ સુધી પહોંચવાનો અંદાજ છે. છેલ્લા બે નાણાકીય વર્ષમાં માથાદીઠ જીડીપી રૂ. 40000 વધ્યો છે. તેમજ જીડીપી ગ્રોથ અંદાજ પણ ચાલુ નાણાકીય વર્ષમાં 6.5 ટકા નોંધાવાનો લક્ષ્યાંક આપ્યો છે.

ભારતના અર્થતંત્ર અંગે IMFની આગાહી, કહ્યું - દુનિયાનું સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર બની રહેશે 2 - image


Google NewsGoogle News