Get The App

ભારતનું વિદેશી હુંડિયામણ 21 મહિનાના સર્વોચ્ચ સ્તરે, 2023માં આશરે 58 અબજ ડૉલરનો ઊછાળો

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ગઈકાલે વિદેશી હુંડિયામણના આંકડા જાહેર કર્યા હતા

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
ભારતનું વિદેશી હુંડિયામણ 21 મહિનાના સર્વોચ્ચ સ્તરે, 2023માં આશરે 58 અબજ ડૉલરનો ઊછાળો 1 - image


India Forex Reserves Increases : ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ગઈકાલે વિદેશી હુંડિયામણના આંકડા જાહેર કર્યા હતા, જે મુજબ 29 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી  હુંડિયામણ 4.47 અબજ ડૉલરના વધારા સાથે 620.44 અબજ ડૉલર પર પહોંચી ગયો છે. 

ફોરેન કરન્સી એસેટમાં પણ મોટો ઉછાળો આવ્યો

ભારતનું વિદેશી  હુંડિયામણ 21 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. 22મી ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહે ફરી વિદેશી  હુંડિયામણમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને તે  4.47 અબજ ડૉલરના વધારા સાથે 620.44 અબજ ડૉલર પર પહોંચી ગયો છે. આના અગાઉના સપ્તાહમાં વિદેશી  હુંડિયામણ 615.97 અબજ ડૉલર હતો. આ વર્ષે RBIએ 2023ના કેલેન્ડર વર્ષમાં વિદેશી  હુંડિયામણમાં લગભગ 58 અબજ ડૉલરનો ઉમેરો કર્યો હતો. આ સતત છઠ્ઠું સપ્તાહ છે જ્યારે વિદેશી  હુંડિયામણમાં વધારો જોવા મળ્યો છે. ફોરેન કરન્સી એસેટ (FCA)માં પણ મોટો ઉછાળો આવ્યો છે જેમાં FCA 4.698 અબજ ડૉલરના ઉછાળા સાથે 549.747 અબજ ડૉલર રહ્યું હતું.

71 અબજ ડૉલરનો ઘટાડો થયો હતો

ગયા વર્ષે ભારતના વિદેશી  હુંડિયામણમાં એકંદરે 71 અબજ ડૉલરનો ઘટાડો થયો હતો, જ્યારે આ વર્ષે RBIના ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો થયો છે. ગોલ્ડ રિઝર્વ 102 કરોડ ડૉલરના ઘટાડા સાથે 474.74 અબજ ડૉલર પર આવી ગયો છે. આ પહેલા 15 ડિસેમ્બરે પુરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી  હુંડિયામણ 9.112 અબજ ડૉલર વધીને 615.971 અબજ ડૉલર થઈ ગયો હતો. ઓક્ટોબર 2021માં દેશનું વિદેશી  હુંડિયામણ લગભગ 645 અબજ ડૉલરના ઓલ ટાઈમ હાઈને સ્પર્શી ગયો હતો. 


Google NewsGoogle News