Get The App

ભારતે હોંગકોંગને પ્રથમ વખત પાછળ છોડ્યું, બન્યું વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું સ્ટોક માર્કેટ

અમેરિકા વિશ્વનું સૌથી મોટું સ્ટોક માર્કેટ

આ લિસ્ટમાં ચીન બીજા જ્યારે જાપાન ત્રીજા સ્થાને છે

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
ભારતે હોંગકોંગને પ્રથમ વખત પાછળ છોડ્યું, બન્યું વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું સ્ટોક માર્કેટ 1 - image


India becomes the fourth largest market in stock market : ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. ભારતે હોંગકોંગ (Hong Kong)ને પછાડીને પ્રથમ વખત ટોપ ચારમાં જગ્યા બનાવી છે. 

ભારતીય શેરબજાર 5 ડિસેમ્બરે પ્રથમ વખત ચાર ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું હતું

બ્લૂમબર્ગના ડેટા (Bloomberg data) અનુસાર સોમવારે ભારતીય એક્સચેન્જો પર લિસ્ટેડ શેરો (listed stocks)નું સંયુક્ત મૂલ્ય (combined value) 4.33 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે, જ્યારે હોંગકોંગ શેરબજારનું મૂલ્ય ઘટીને 4.29 ટ્રિલિયન ડૉલર થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય શેરબજાર 5 ડિસેમ્બરે પ્રથમ વખત ચાર ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું હતું. જેમાં છેલ્લા ચાર વર્ષમાં લગભગ બે ટ્રિલિયન ડોલર ભારતમાં ઉમેરાયા છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. આ ઉપરાંત આર્થિક સુધારાએ પણ ભારતને વિશ્વભરના રોકાણકારોનું પ્રિય બનાવ્યું છે. હાલમાં, અમેરિકા વિશ્વનું સૌથી મોટું સ્ટોક માર્કેટ છે જેનું મૂલ્ય 50.86 ટ્રિલિયન ડોલર છે આ પછી ચીન 8.44 ટ્રિલિયન ડોલર સાથે બીજા ક્રમે અને જાપાન 6.36 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે.

આ કારણે ભારતે હોંગકોંગને પછાડ્યું

મુંબઈમાં એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ભારતમાં વિકાસની ગતિને આગળ વધારવા માટે તમામ બાબતો યોગ્ય છે." ભારતીય શેરોમાં સતત વધારો અને હોંગકોંગમાં ઐતિહાસિક ઘટાડો ભારતને આ સ્થાને લઈ ગયો છે.

ભારતે હોંગકોંગને પ્રથમ વખત પાછળ છોડ્યું, બન્યું વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું સ્ટોક માર્કેટ 2 - image


Google NewsGoogle News