mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ભારતના GDP ગ્રોથમાં ઉછાળો, છેલ્લા ચાર ક્વાર્ટરમાં સૌથી ઊંચા લેવલ 7.8 ટકાએ પહોંચી

અગાઉ માર્ચ-2023 ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 6.1 ટકા નોંધાયો હતો

દેશની વધતી જીડીપીમાં સર્વિસ સેક્ટરનું પણ મહત્વપૂર્ણ યોગદાન

Updated: Aug 31st, 2023

ભારતના GDP ગ્રોથમાં ઉછાળો, છેલ્લા ચાર ક્વાર્ટરમાં સૌથી ઊંચા લેવલ 7.8 ટકાએ પહોંચી 1 - image

નવી દિલ્હી, તા.31 ઓગસ્ટ-2023, ગુરુવાર

ભારતમાં જીડીપી ગ્રોથમાં મોટો ઉછાળો નોંધાયો છે. કેન્દ્ર સરકારે આજે દેશના જીડીપી ગ્રોથને લઈ મહત્વના આંકડાઓ રજુ કર્યા છે. સરકારે જણાવ્યું કે, દેશના જીડીપી ગ્રોથ પ્રથમ ક્વાર્ટરમાં 7.8 ટકાએ પહોંચી ગયો છે. આમ દેશના જીડીપી ગ્રોથે હરણફાળ ગતિ પકડી છે... વર્તમાન વર્ષના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન 2023)માં જીડીપી ગ્રોથ 7.8 ટકા નોંધાયો છે, જે છેલ્લા 4 ક્વાર્ટર એટલે કે એક વર્ષમાં સૌથી વધુ છે. અગાઉ માર્ચ-2023 ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 6.1 ટકા નોંધાયો હતો, જ્યારે ગત વર્ષે જૂન ક્વાર્ટરમાં લો બેસના કારણે જીડીપી ગ્રોથ રેટ 13.1 ટકા નોંધાયો હતો. ઉલ્લેખનિય છે કે, તમામ રેટિંગ એજન્સીઓએ દેશના જીડીપી ગ્રોથ વર્તમાન નાણાંકીય વર્ષ (2023-2024)ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 7.8-8.5 ટકા વચ્ચે રહેવાનો અંદાજ લગાવ્યો હતો. તો RBIએ એપ્રિલ-જૂન 2023 ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 8.1 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો.

સર્વિસ સેક્ટરમાં સુધારો થવાના કારણે જીડીપી ગ્રોથમાં ઉછાળો

એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને વૈશ્વિક મંદીમાંથી ઉગારવામાં સર્વિસ સેક્ટરની મજબૂત વૃદ્ધિનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. નાણાંકીય વર્ષ 2022-23માં જીડીપી ગ્રોથ રેટ 7.2 ટકા નોંધાયો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારે દ્વારા મૂડી ખર્ચ માટે પોતાનો ખજાનો ખોલવો, વપરાશથી જોડાયેલ મજબૂત માંગ અને સર્વિસ સેક્ટરની કામગીરીમાં ઉછાળાના કારણે જૂન ક્વાર્ટરમાં સારો જીડીપી ગ્રોથ મેળવવામાં મદદ મળી...

8 કોર સેક્ટરમાં ઘટાડો

સરકારી ડેટા મુજબ ગત નાણાંકીય વર્ષ 2022-23ના સમાન ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ની ગ્રોથ રેટ 13.1 ટકા નોંધાઈ હતી. તો બીજીતરફ જુલાઈમાં કોર સેક્ટરના ગ્રોથમાં ઘટાડો થયો છે. સરકારી આંકડા મુજબ જુલાઈ મહિનામાં કોર સેક્ટર ગ્રોથ રેટ 8 ટકા નોંધાયો... એક વર્ષ પહેલા સમાન મહિનામાં કોર સેક્ટરની ગ્રોથ 4.8 ટકા નોંધાયો હતો. વર્તમાન નાણાંકીય વર્ષના જૂન મહિનામાં 8 મળભૂત ઉદ્યોગનો ગ્રોથ રેટ 8.3 ટકા નોંધાયો હતો.

સર્વિ સેક્ટરમાં અન્ય દેશો કરતા ભારત મજબૂત

ઉલ્લેખનિય છે કે, સર્વિસ સેક્ટરમાં નબળી કામગીરીના કારણે ચીન સહિત ઘણા દેશોની ઈકોનોમી ડગમગી રહી છે, જ્યારે ભારત મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે. વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારત સૌથી ઝડપી વૃદ્ધિ કરનાર દેશ બનેલો છે. ચીનની જીડીપી ગ્રોથ રેટ જૂન ક્વાર્ટરમાં 6.3 નોંધાઈ છે.

Gujarat