દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ભારત! પહેલીવાર 4 ટ્રિલિયન ડૉલરને પાર થઈ GDP
ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ખૂબ જ નજીક છે
ચોથા ક્રમે રહેલ જર્મની અને ભારતની જીડીપી વચ્ચેનો તફાવત ઘણો ઓછો છે
4 Trillion Dollar Economy: ભારતની અર્થવ્યવસ્થા પહેલીવાર 4 ટ્રિલિયન ડૉલરને પાર કરીને ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ખૂબ જ નજીક છે. જે 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાની ખૂબ જ નજીક છે.
ભારતના GDPનું કદ પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર
GDPના આંકડાઓ દર્શાવે છે કે ભારતે 18 નવેમ્બર, 2023 ના રોજ, લગભગ 10:30 વાગ્યે આ મુકામ હાંસલ કર્યું હતું. ભારતના GDPનું કદ પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. હવે આ સાથે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. ચોથા ક્રમના જર્મની અને ભારતની જીડીપી વચ્ચેનો તફાવત હવે ઘણો ઓછો છે.