2028 સુધીમાં ભારતનું ઈ-કોમર્સ માર્કેટ $160 બિલિયનને વટાવી જશે, ચીન અને અમેરિકા પાછળ રહી જશે

ભારતમાં ઓનલાઈન શોપિંગમાં જબરદસ્ત ગ્રોથ જોઈ શકાય છે

જેથી કહી શકાય કે આગામી 5 વર્ષમાં દેશ બિઝનેસ ગ્રોથના મામલે અમેરિકા અને ચીનને પણ પાછળ છોડી દેશે

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
2028 સુધીમાં ભારતનું ઈ-કોમર્સ માર્કેટ $160 બિલિયનને વટાવી જશે, ચીન અને અમેરિકા પાછળ રહી જશે 1 - image


India E-commerce Market Growth: ભારતનું ઈ-કોમર્સ બજાર જે ઝડપી વૃદ્ધિ સાથે હાંસલ કરી રહ્યું છે તે જોતા વર્ષ 2028 સુધીમાં તે $160 બિલિયનને વટાવી જવાની ધારણા છે. દેશમાં ઓનલાઈન શોપિંગ માર્કેટ 2023માં અંદાજિત $57-60 બિલિયનથી વધીને આગામી 5 વર્ષમાં $160 બિલિયન થવાની ધારણા છે. એક રિપોર્ટ અનુસાર જાણવા મળે છે કે ભારતમાં ઓનલાઈન શોપિંગમાં જબરદસ્ત વધારો થયો છે, જે આ આંકડો હાંસલ કરવાનું સરળ બનાવશે.

ઓનલાઈન રિટેલ શોપિંગ માર્કેટ દર વર્ષે $8-12 બિલિયન વધે છે

બેઈન એન્ડ કંપનીના ઓનલાઈન 2023 રિપોર્ટ અનુસાર 2020 થી ભારતનું ઓનલાઈન રિટેલ માર્કેટ દર વર્ષે $8-12 બિલિયનનું સતત વધ્યું છે. જે ઈ-કોમર્સ માર્કેટમાં ગ્રાહકોના ખર્ચની પેટર્ન પર નજર રાખે છે. બેઈન એન્ડ કંપનીએ ફ્લિપકાર્ટ સાથેના સંયુક્ત અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતીય ઓનલાઈન શોપિંગ માર્કેટ એક વર્ષ અગાઉની સરખામણીમાં 2023માં 17-20 ટકા વધવાની ધારણા છે, જોકે 2019-2022માં તે 25-30 ટકા વધશે. તેની સરખામણીમાં આ ધીમી ગતિ છે પરંતુ તેની પાછળ ફુગાવાનો વધતો દર પણ મુખ્ય કારણ છે.

કોવિડ બાદ ઓનલાઈન શોપિંગમાં વધારો 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19નો સમયગાળો વૈશ્વિક સ્તરે ઈ-રિટેલને અપનાવવા માટે મહત્વપૂર્ણ સમય રહ્યો છે. કોવિડ કારણે તમામ બજારોમાં વિવિધ સ્તરે ઓનલાઈન શોપિંગમાં વધારો થઈ રહ્યો છે.

દેશના ઓનલાઈન શોપિંગ માર્કેટ વિશે 5 મહત્વની બાબતો

- ભારતમાં કોવિડ પછી, ઇ-રિટેલ બિઝનેસમાં તેજી આવી છે અને લોકો મોટાપાયે ઓનલાઇન વસ્તુઓ ખરીદી રહ્યા છે

- અહેવાલમાં જણાવાયું છે કે યુએસ અને ચીન જેવા વિકસિત બજારોમાં, ઇ-રિટેલ એન્ટ્રીમાં વાર્ષિક વૃદ્ધિ કોવિડ થોડી ઓછી રહી છે

- ઓનલાઈન શોપિંગના વધતા જતા વલણ છતાં, ભારતમાં કુલ રિટેલ ખર્ચમાં ઈ-કોમર્સનો હિસ્સો માત્ર 5-6 ટકા છે

- ભારતની તુલનામાં, અમેરિકામાં કુલ છૂટક ખર્ચના 23-24 ટકા અને ચીનમાં 35 ટકાથી વધુ ઓનલાઈન છે

- જો ટકાવારીની દ્રષ્ટિએ જોવામાં આવે તો, આગામી 5 વર્ષમાં ભારતના ઈ-કોમર્સ માર્કેટની વૃદ્ધિ 166 ટકાથી વધારે વધશે

2028 સુધીમાં ભારતનું ઈ-કોમર્સ માર્કેટ $160 બિલિયનને વટાવી જશે, ચીન અને અમેરિકા પાછળ રહી જશે 2 - image


Google NewsGoogle News