ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 5.69% નોંધાયો, કારણ ખાદ્ય ચીજવસ્તુઓની ઊંચી કિંમત

કેન્દ્ર સરકારે ડિસેમ્બર-2023ના રિટેલ ફુગાવાનો ડેટા બહાર પાડ્યો

શાકભાજી, ખાદ્ય પદાર્થમાં વધેલી કિંમતોના કારણે ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો વધ્યો

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 5.69% નોંધાયો, કારણ ખાદ્ય ચીજવસ્તુઓની ઊંચી કિંમત 1 - image

Retail Inflation Rate : કેન્દ્ર સરકારે ડિસેમ્બર-2023ના રિટેલ ફુગાવાનો ડેટા બહાર પાડ્યો છે. ડેટા મુજબ શાકભાજી અને સ્થાનિક ખાદ્ય પદાર્થમાં વધેલી કિંમતોના કારણે ડિસેમ્બર-2023માં ભારતનો રિટેલ ફુગાવાનો દર ચાર મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી 5.69 ટકા નોંધાયો છે. નવેમ્બર મહિનાના આંકડાની તુલનાએ ડિસેમ્બરમાં મોંઘવારી દરમાં સામાન્ય વધારો થયો છે. નવેમ્બર-2023માં 5.5 ટકા નોંધાયો હતો.

મોંઘવારી દરની બાસ્કેટનો લગભગ અડધો ભાગ ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતો પર નિર્ભર છે. નવેમ્બર મહિનામાં તેમાં વધારો થયો હતો, જ્યારે ડિસેમ્બરમાં યથાવત્ રહ્યો હતો. શાકભાજી સહિત ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતો વધવાના કારણે મોંઘવારી વધી છે.

ઓગસ્ટ-2023નો મોંઘવારી દર

ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવો નવેમ્બર-2023માં 5.55 ટકા અને ડિસેમ્બર-2022માં 5.75 ટકા નોંધાયો હતો. જ્યારે અગાઉના વર્ષ ઓગસ્ટમાં મોંઘવારી દર 6.83 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. 

રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO)ના ડેટા મુજબ ખાદ્ય ચીજવસ્તુઓનો રિટેલ ફુગાવો ડિસેમ્બર-2023માં વધીને 9.53 ટકાએ પહોંચ્યો હતો, જે નવેમ્બર-2023માં 8.7 ટકા, જ્યારે ડિસેમ્બર-2022માં 4.9 ટકા હતો.

ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય નીતિ સમીક્ષા પર ભારપૂર્વક વિચાર કરી મુખ્યરૂપે રિટેલ ફુગાવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આરબીઆઈને મોંઘવારી દર વધ-ઘટ સાથે 4 ટકા પર રાખવાની જવાબદારી સોંપાઈ છે.

દેશનું ઔદ્યોગિક ઉત્પાદન નવેમ્બરમાં 2.4 ટકા વધ્યું

શુક્રવારે જારી કરાયેલા સત્તાવાર આંકડા મુજબ ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP) હેઠળ નવેમ્બર-2023માં ઔદ્યોગિક ઉત્પાદન 2.4 ટકા વધ્યું છે. અગાઉ નવેમ્બર-2022 7.6 ટકા નોંધાયું હતું. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નરમ વલણના કારણે ઔદ્યોગિક ઉત્પાદનને ગતિ મળી છે.


Google NewsGoogle News