મોદી સરકારનું બજેટ કૉપી-પેસ્ટ? આ જાહેરાતો તો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં હતી
Union Budget 2024 : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) દ્વારા આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરાયું છે. તેમણે સતત સાતમી વખત બજેટ રજૂ કર્યું છે. બજેટ બાદ ભાજપના નેતાઓએ મોદી 3.0ના પહેલા બજેટના વખાણ કર્યા છે, તો વિપક્ષ બજેટને નિરાશાજનક કહ્યું છે. આ બજેટમાં ખેડૂતો, યુવાઓ અને મહિલાઓ માટે ઘણી જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઈન્કમ ટેક્સ સ્લેબમાં પણ આંશિક રાહત આપતા ફેરફાર કરાયા છે. જોકે કોંગ્રેસે દાવો કર્યો છે કે, નાણા મંત્રીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા (Congress Election Manifesto)માંથી બજેટની ‘કોપી’ કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે, મોદી સરકારનું આ બજેટને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા અને અગાઉના બજેટમાંથી ‘કોપી-પેસ્ટ’ કરવામાં આવ્યું છે.
બજેટ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી ‘કોપી-પેસ્ટ’ કરાયું : રાહુલ ગાંધી
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ 'X' પર પોસ્ટ કરીને લખ્યું ‘ખુરશી બચાવો બજેટ... આ બજેટમાં સાથી પક્ષો અને મિત્રોને ખુશ કરવામાં આવ્યા છે, તેમાં સામાન્ય માણસ માટે કંઈ નથી. આ બજેટ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા અને અગાઉના બજેટમાંથી ‘કોપી-પેસ્ટ’ કરવામાં આવ્યું છે.’
નાણા મંત્રીઓ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વાંચ્યો : ચિદમ્બરમનો કટાક્ષ
બીજીતરફ પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બર (P.Chidambaram)મે કહ્યું કે, ‘નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં વાંચ્યું છે, તે કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024માં જાહેર કરેલો ચૂંટણી ઢંઢેરો છે. કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ ચિદમ્બરમે એક્સ પર કટાક્ષ કરતાં લખ્યું છે કે, ‘મને એ જાણીને ખુશી થઈ કે, માનનીય નાણા મંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં જાહેર કરેલો ચૂંટણી ઢંઢેરાનો વાંચ્યો છે. મને એ વાતની પણ ખુશી છે કે, તેમણે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના પેજ નંબર 30 પર ઉલ્લેખ કરાયેલ રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન (Employment-linked incentive)ને અપનાવ્યો છે. નાણા મંત્રીએ કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરાના પેજ નંબર 11 પર ઉલ્લેખિત દરેક એપ્રેન્ટિસ માટે ભથ્થા સાથે એપ્રેન્ટિસશીપ સ્કીમ શરૂ કરી છે. તેમણે કોંગ્રેસના ઢંઢેરામાં બીજા કેટલાક વિચારોની નકલ કરી હોત તો સારું હોત. હું ટૂંક સમયમાં છૂટી ગયેલા પોઈન્ટની યાદી બનાવીશ.’
પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજના કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની કોપી : ચિદમ્બરમ
ઉલ્લેખનીય છે કે, નાણા મંત્રીએ કેન્દ્રીય બજેટ 2024-25માં પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજના (પાંચમી યોજના)ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ યુવાઓને ઈન્ટર્નશિપ સાથે 5,000 રૂપિયાનું માસિક ભથ્થું મળશે.
જોકે આ ઈન્ટર્નશિપ યોજના કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની નકલ હોવાનો ચિદમ્બરમે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં એપ્રેન્ટિસશીપના અધિકાર Right to Apprenticeship)નું વચન આપ્યું હતું. આ અંતર્ગત તેમણે 25 વર્ષથી નીચેના બેરોજગાર યુવાનોને ડિપ્લોમા અને ડિગ્રી સાથે તાલીમ સાથે વર્ષે એક લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું.
મોદી સરકારના આ બજેટમાં એમ્પ્લોયમેન્ટ-લિંક્ડ ઇન્સેન્ટિવ (રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન) માટે ત્રણ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે આ યોજનાને પણ ચૂંટણી ઢંઢેરાની ‘નકલ’ ગણાવી છે. પાર્ટીએ તેમાં કોર્પોરેટ્સ માટે એક નવા employment-linked incentive (ELI)નો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત બજેટમાં તમામ કેટેગરીના રોકાણકારો માટે એન્જલ ટેક્સ નાબૂદ કરવાની જાહેરાત કરાઈ છે. આ અંગે પણ ચિદમ્બરમે કહ્યું છે કે, કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં એન્જલ ટેક્સ નાબૂદ કરવાની વાત કરી હતી.
એન્જલ ટેક્સ અંગે ચિદમ્બરમે શું કહ્યું?
પૂર્વ નાણા મંત્રીએ એક્સ પર કરેલી પોસ્ટમાં એન્જલ ટેક્સનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, ‘મને એ જાણીને ખુશી થઈ કે, નાણા મંત્રી એન્જલ ટેક્સ નાબૂદ કરી દેશે. કોંગ્રેસ દ્વારા આ ટેક્સ નાબૂદ કરવાની ઘણા વર્ષોથી માંગ થઈ રહી હતી અને તાજેતરમાં જ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના પેજ-31 પર પણ આવું જ કહેવામાં આવ્યું છે.’
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012માં Angel Tax લાગુ કરવામાં આવ્યો હતો. આ ટેક્સ એન્જલ રોકાણકારો પાસેથી ફન્ડિંગ મેળવી અનલિસ્ટેડ કંપનીઓ પર લાગુ કરવામાં આવ્યો હતો.
બજેટ અંગેની વધુ વિગતો જાણવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
• ઈન્ક્મ ટેક્સ સ્લેબમાં કરાયેલા ફેરફાર સરળ શબ્દોમાં સમજો, રૂ. 28,600 સુધીની બચત થઈ શકશે
• જમીન સુધારા અંગે બજેટમાં જાહેરાત, શહેરોમાં જીઆઈએસ મેપિંગ સાથે ડિજિટલાઈઝેશન કરાશે
• કિસાન ક્રેડિટ કાર્ડ અંગે મોટી જાહેરાત, એગ્રિ રિસર્ચ માટે સરકાર કરશે આર્થિક મદદ
• નવો ધંધો શરૂ કરનારા માટે બજેટમાં મોટી જાહેરાત, હવે એન્જલ ટેક્સ નહીં ભરવો પડે
• શું થયું સસ્તું, શું થયું મોંઘું, જુઓ બજેટમાં મધ્યમ વર્ગ માટે કરાયેલી મહત્ત્વની જાહેરાતો
• યુવાનો માટે મોટી જાહેરાતો, શિક્ષણ લોન પર વ્યાજમાં છૂટ, 4 કરોડને નોકરી, 1.48 લાખ કરોડ ખર્ચશે સરકાર
• દેશના એક કરોડ યુવાનો માટે ઈન્ટર્નશીપ પ્રોગ્રામની જાહેરાત, મહિને પાંચ હજાર રૂપિયા મળશે
• જાણો બજેટમાં ખેડૂતો માટે શું રહ્યું ખાસ, KCC પર થઇ મોટી જાહેરાત
• MSMEએ હવે મશીનરીની ખરીદી માટે લોન પર બાંહેધરી નહીં આપવી પડે, મુદ્રા લોન મર્યાદા પણ વધારી
• બજેટ-2024માં મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને ગરીબો માટે મહત્ત્વની જાહેરાત
• બજેટ અંગે વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા, કહ્યું- ‘બજેટથી યુવાઓ-મધ્યમ વર્ગને મળશે નવી શક્તિ’