ક્રિપ્ટોકરન્સી યૂઝર્સને ઝટકો, Binance, Kucoin, OKXની વેબસાઈટ્સ બ્લોક, ગૂગલે પણ એપ્સ હટાવી

ભારત સરકારે ક્રિપ્ટો પ્લેટફોર્મ્સ સામે મોટી કાર્યવાહી કરી

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
ક્રિપ્ટોકરન્સી યૂઝર્સને ઝટકો, Binance, Kucoin, OKXની વેબસાઈટ્સ બ્લોક, ગૂગલે પણ એપ્સ હટાવી 1 - image


Crypto Platforms URL Blocked : ભારત સરકારે ક્રિપ્ટો પ્લેટફોર્મ્સ સામે મોટી કાર્યવાહી કરી હતી. દેશમાં બાયનાન્સ (Binance), કુકોઈન (Kucoin) અને ઓકેએક્સ (OKX) સહિત અનેક ક્રિપ્ટો પ્લેટફોર્મની વેબસાઈટ્સ બ્લોક (Crypto Platforms URL Blocked) કરી દીધી હતી. આ સાથે એપલ બાદ ગૂગલ પ્લે સ્ટોર ઉપર પણ હવે આ એપ્સને હટાવી દેવામાં આવી છે. 

નાણા મંત્રાલયે ફટકારી હતી નોટિસ 

ડિસેમ્બર 2023ના છેલ્લા અઠવાડિયામાં નાણા મંત્રાલયે બાયનાન્સ સહિત 9 ઓફશોર વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ સર્વિસ પ્રોવાઈડર્સને શૉકોઝ નોટિસ ફટકારી હતી. ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને પણ આ તમામ એપના યુઆરએલ બ્લોક કરી દેવા કહેવાયું હતું. નાણા મંત્રાલયનો આરોપ છે કે આ ક્રિપ્ટો પ્લેટફોર્મ સ્થાનિક મની લોન્ડરિંગ કાયદાનું પાલન કર્યા વિના ભારતમાં ગેરકાયદે રીતે કામ કરી રહ્યા હતા. 

શૉ કોઝ નોટિસ પણ મોકલી હતી 

નાણા મંત્રાલયે બાયનાન્સ, કુકોઈન, હુઓબી (Huobi), કારકેન (Kraken), Gate.io, બિટ્રેક્સ (Bittrex), બિટસ્ટેમ્પ (Bitstamp), એમઈએક્સસી ગ્લોબલ(MEXC Global) અને બિટફિનેક્સ(Bitfinex)ને શૉ કોઝ નોટિસ ફટકારી હતી. સૂત્રોએ જણાવ્યું કે બાયનાન્સ, કુકોઈન અને ઓકેએક્સ સહિત તેમાંથી અમુક ક્રિપ્ટો પ્લેટફોર્મને ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યા છે. બે દિવસ પહેલા આ ક્રિપ્ટો પ્લેટફોર્મને દેશમાં એપલ એપ સ્ટોર પરથી હટાવી દેવાયા હતા. 

બાયનાન્સે કરી હતી પુષ્ટી 

Binance ના કસ્ટમર સપોર્ટ હેન્ડલે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે અમે એક IP બ્લોક વિશે જાણીએ છીએ જે બાયનાન્સ સહિત અનેક ક્રિપ્ટો પ્લેટફોર્મ્સને પ્રભાવિત કરી રહ્યા છે. આ ફક્ત એ યૂઝર્સને પ્રભાવિત કરી રહ્યું છે જે ભારતમાં ભારતીય iOS એપ સ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોર કે પછી બાયનાન્સ વેબસાઈટને એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા યૂઝર્સ કે જેમની પાસે પહેલાથી બાયનાન્સ એપ છે તેમના પર તેની કોઈ અસર નહીં થાય. બાયનાન્સે દાવો કર્યો હતો કે તમામ યૂઝર્સના ફંડ સુરક્ષિત છે. અમે ભારતના નિયમો અને કાયદાનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને યૂઝર પ્રોટેક્શન અને એક સ્વસ્થ વેબ 3 ઉદ્યોગ વિકાસને સુનિશ્ચિત કરવા માટે રેગ્યુલેટર્સ સાથે સતત સંપર્કમાં છીએ. 

ક્રિપ્ટોકરન્સી યૂઝર્સને ઝટકો, Binance, Kucoin, OKXની વેબસાઈટ્સ બ્લોક, ગૂગલે પણ એપ્સ હટાવી 2 - image


Google NewsGoogle News